Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

તામિલનાડુમાં સગીરા પર વારંવાર બળાત્‍કાર કરીને તેને ઓવેરિયન ઇંડા વેચવાની ફરજ પાડી

સગી માતા અને તેના બોયફ્રેન્‍ડની હેવાનિયત : સરોગસી માટે એકત્ર કરાતા ઓવેરિયન ઇંડાના આ કેસમાં મોટી ગુનાહિત ટોળકી સામેલ હોઇ શકે

ચેન્‍નઇ,તા. ૮ : તમિલનાડુમાં પોલીસે એક સગીર છોકરીના કેસનો પર્દાફાશ કર્યો છે કે જેના પર તેની માતાના પુરૂષ મિત્ર દ્વારા વારંવાર બળાત્‍કાર કરવામાં આવ્‍યો હતો અને તેના પર પ્રદેશની વિવિધ હોસ્‍પિટલોમાં તેના બીજ એટલુે કેસ્ત્રી ગેમેટ સેલ અથવા ઇંડા વેચવા માટે દબાણ કરવામાં આવ્‍યુ હતું. સગીરાની માતા અને તેના પુરૂષ મિત્રની ધરપકડ કરવામાં આવી છે એવી માહિતી પોલીસે આપી હતી.

પોલીસના એક વરિષ્‍ઠ અધિકારીએ જણાવ્‍યુ કે ધરપકડ કરાયેલા અન્‍યોમાં વેચાણમાં મદદ કરનારી એક મહિલા તેમજ એક વેન ડ્રાઇવર હતો જેણે સગીરાની ઓળખ ૨૦ વર્ષની કરવા તેનું બોગસ આધારકાર્ડ બનાવ્‍યુ હતું. તેમણે વધુમાં જણાવ્‍યુ કે અમે અમુક હોસ્‍પિટલો અને ડોકટરોની પણ તપાસ શરૂ કરી છે.

સગીરાને છેલ્લા ચાર વર્ષમાં ઓછામાં ઓછા આઠ વખત તેના ઇંડાનો ગેરકાયદેસર વેપાર કરવા મજબૂર કરવામાં આવી હતી એમ અધિકારીએ જણાવ્‍યુ હતું. તેની માતા પણ આ ઇંડાના વેપારમાં સામેલ હતી. માતા અને તેના પુરૂષ મિત્ર સાથે વાંધો પડતા સગીરાએ પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

(9:58 am IST)