Gujarati News

Gujarati News

News of Wednesday, 8th June 2022

લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ઇચ્છતા હતા કે મુસેવાલા તેમના માટે ગીત ગાય:સિંગર સિદ્વુ મુસેવાવાની હત્યાના ચોંકાવનારા ખુલાસા

ઘણી વખત લોરેન્સના ગેંગના સાગરિતોએ સિદ્ધુ મુસેવાલાને ધમકી પણ આપી હતી. તેથી જ સિદ્ધુ મુસેવાલા દવિંદર બમ્બાહા ગેંગના સંપર્કમાં આવ્યો હતો

પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ લોરેન્સ બિશ્નોઈની સ્પેશિયલ સેલની પૂછપરછમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સ્પેશિયલ સેલની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે લૉરેન્સ બિશ્નોઈ સિદ્ધુ મુસેવાલા પર દબાણ બનાવવા માગતો હતો. લોરેન્સ અને ગોલ્ડી બ્રાર ઇચ્છતા હતા કે મુસેવાલા તેમના માટે ગીત ગાય પણ તેમણે ના પાડિ હતી જેના લીધે આ હત્યાને અજામ આપવામાં આવ્યો હતો.

આ માટે ઘણી વખત લોરેન્સના ગેંગના સાગરિતોએ સિદ્ધુ મુસેવાલાને ધમકી પણ આપી હતી. તેથી જ સિદ્ધુ મુસેવાલા દવિંદર બમ્બાહા ગેંગના સંપર્કમાં આવ્યો હતો. લોરેન્સના ભાઈ અનમોલની પણ તપાસ ચાલી રહી છે, પરંતુ તે હાલમાં ઓસ્ટ્રિયામાં છે.
તપાસ એજન્સીઓ પાસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડીમાંથી છટકી જવાના ષડયંત્ર વિશે પણ ઇનપુટ્સ છે, તેથી તેના રિમાન્ડ અને પ્રોડક્શન દરમિયાન તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવી રહ્યો છે. તપાસ એજન્સીઓને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મળ્યા છે કે જો તેને ક્યારેય કોર્ટમાંથી જામીન મળે તો તે વિદેશ ભાગી પણ શકે છે.

તપાસમાં એ વાત પણ સામે આવી છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં વપરાયેલ હથિયાર ઉત્તર-પૂર્વના રાજ્યોમાંથી શૂટર્સ સુધી યુપી થઈને પહોંચ્યું હતું.તાજેતરની મોટી ઘટનાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે લોરેન્સ બિશ્નોઈ આજ સુધી કોઈ હત્યામાં પ્રત્યક્ષ રીતે સામેલ નથી. આ શાતિર ગેંગસ્ટર તેના નેટવર્કનો ઉપયોગ કરીને ખંડણી અને હત્યાના આયોજન અને કાવતરામાં સામેલ છે. એક ગેંગનું કામ બીજી ગેંગ અને બીજી ગેંગનું કામ ત્રીજી ગેંગ કરતી હતી.

તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેંગને એવી રીતે ચલાવે છે કે તે જેલની બહાર પણ તે આવી રીતે  ચલાવી ન શકે. સૂત્રોનું માનીએ તો આ ગેંગમાં લગભગ 700 શૂટર્સ છે, જે લોરેન્સના કહેવા પર કોઈને પણ મારી શકે છે.આ તમામ શૂટર્સ દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફેલાયેલા છે. આ ટોળકીના પૈસા બ્રિટન અને દુબઈમાં પણ ઘણી વસ્તુઓમાં વપરાય છે, જેની માહિતી તપાસ એજન્સીઓને મળી છે.

(1:06 am IST)