Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પંજાબના ચાર જિલ્લામાં રાત્રી કર્ફુયુ લદાયો

કોરોનાની પરિસ્થિતી વણસતા લેવાયો નિર્ણય : છ રાજયોમાં વધતા સંક્રમણે ચિંતા વધારી

નવી દિલ્હી તા. ૮ : મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ અને ગુજરાત સહીત છ રાજયોમાં કોરોના સંક્રમણ વઘતા સરકારની ચિંતા વધી ગઇ છે. દરમિયાન પંજાબમાં વણસતી પરિસ્થિતી ધ્યાને લઇ ત્વરીતના પગલારૂપે જાલંધર, કપુરથલા, નવાંશહર અને હોશિયારપુરમાં રાત્રી કર્ફુયુ લાદી દેવાયો છે.

કેંન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવેલ કે ૧૮૭૧૧ નવા મામલાઓમાં ૮૪.૭૧ ટકા છ રાજયોના છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૦.૧૮૭ નવા કેસ સામે આવ્યા છે. જયારે કેરળમાં ૨,૭૯૧ અને પંજાબમાં ૧,૧૫૯ નવા કેસ સામે આવ્યા છે. જયાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે તેવા રાજયોમાં કર્ણાટક અને તામીલનાડુનો સમાવેશ થાય છે.

ઘટી ગયા પછી ફરી કેસ વધવા લાગતા સરકારની ચિંતા વધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવઁણી આપી છે કે ત્રીજી અને ચોથી લહેર ખતરારૂપ નીવળી શકે છે. જે જોતા તમામ દેશો જરા અમથી પણ બેદરકારી ન દાખવે તે જરૂરી છે.

(12:02 pm IST)