Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

બજેટ બાદ ઘટાડાનો દોર

સાત સેશનમાં ૨૨૦૧ પોઇન્ટનો થયા બાદ રિક્વરી

        મુંબઇ,તા. ૮ : શેરબજારમાં છેલ્લા સાત સેશનથી ચાલી રહેલી જોરદાર મંદીનો અંત આવતા કારોબારીઓ અને રોકાણકારોને અંતે રાહત થઇ હતી. છેલ્લા સાત કારોબારી સેશનમાં ટોપની મહાકાય કંપનીઓને ભારે નુકસાન થઇ ચુક્યુ છે. આજે રિક્વરી રહેતા કારોબારના અંતે સેંસેક્સ ૩૩દ પોઇન્ટ રિક્વર થઇને ૩૪૪૧૩ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટ ૧૦૦ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૫૭૭ની ઉંચી સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટીમાં સુધારો થતા હવે ફરી રિક્વરી થવાના સંકેત દેખાઇ રહ્યા છે. ઇન્ફોસીસમાં બે ટકાનો ઉછાળો રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન સન ફાર્મા, ડોક્ટર રેડ્ડી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સીસ બેંક એને એચડીએફસીમાં ૧.૫ અને ૬.૧ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. છેલ્લા સાત સેશનમાં સેંસેક્સમાં ૨૨૦૨ પોઇન્ટનો ઘટાડો થયા બાદ અંતે રિક્વરી થઇ છે. છેલ્લા સાત સેશનમાં કઇ તારીખે કેટલો ઘટાડો થયો તે નીચે મુજબ છે. 

:    ૩૦મી જાન્યુઆરીના દિવસે સેંસેક્સ ૨૫૦ પોઇન્ટ ઘટી ૩૬૦૮૪ની સપાટીએ રહ્યો

:    ૩૧મી જાન્યુઆરીના દિવસે સેંસેક્સ ૬૯ પોઇન્ટ ઘટીને ૩૫૯૬૫ની સપાટીએ રહ્યો

:    પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટના દિવસે સેંસેક્સમાં ૫૮ પોઇન્ટનો ઘટાડો થતા સપાટી ૩૫૯૦૭ની નીચી સપાટી પર રહી

:    બીજી ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની નીચી સપાટી પર રહ્યો

:    પાંચમી ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૩૧૦ પોઇન્ટ ઘટીને ૩૪૭૫૭ની નીચી સપાટી પર રહ્યો

:    છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૫૬૧ પોઇન્ટ ઘટીને ૩૪૧૯૫ની નીચી સપાટી પર રહ્યો

:    સાતમી  ફેબ્રુઆરીના દિવસે સેંસેક્સ ૧૧૩ પોઇન્ટ ઘટીને ૩૪૦૮૩ની નીચી સપાટી પર રહ્યો

(7:45 pm IST)