Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

૨૦૧૬થી ટ્રમ્પ ૨૦૦૦૦થી વધુ વખત જુઠ્ઠું બોલ્યા : રિપોર્ટ

ફેક્ટ ચેક કરતી વેબસાઈટનું તારણ : ટ્રમ્પે ૪૦૭ વખત દાવો કર્યો હતો કે તેમના કાર્યકાળમાં સૌથી મજબૂત અમેરિકન અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું

વોશિંગ્ટન, તા. : ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ચાર વર્ષના રાષ્ટ્રપ્રમુખ પદના કાર્યકાળમાં ૨૦,૦૦૦ કરતા વધુ વખત જૂઠ્ઠું બોલ્યા છે. ફેક્ટચેક કરતી વેબસાઈટ PolitiFactના અનુસાર વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પના અડધા કરતા વધારે નિવેદન ખોટા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચાર વર્ષના કાર્યકાળમાં ઓછામાં ઓછા ૪૦૭ વખત દાવો કર્યો છે કે તેમણે સૌથી મજબૂત અમેરિકન અર્થવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. પરંતુ, સત્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ કરતા વધારે મજબૂત અર્થવ્યવસ્થા લિંડન બી જ્હોન્સન, બિલ ક્લિન્ટન, આઈઝનહાવરના સમયમાં રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રવાદી વિચારધારાને હવા આપવા માટે પોતાના કાર્યકાળની શરૂઆતથી મેક્સિકો બોર્ડર પર ગેરકાયદે પ્રવાસીઓને ઘૂસતા રોકવા માટે મોટી દીવાલ બનાવવાની જાહેરાત કરી હતી. તેઓ વારંવાર કહેતા હતા કે જલદી દીવાલની નિર્માણનું કામ પૂરું થશે. પરંતુ, વાસ્તવિકતા છે કે હવે એક કોંક્રિટની દીવાલ બનાવવાનું કામ શરૂ થયું છે. અને ત્યાં પહેલાથી હતી તે વાડનો કેટલોક હિસ્સો વધારાયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીથી લઈને અત્યાર સુધી કહેતા આવ્યા છે કે વર્ષ ૨૦૧૬ની પ્રેસિડેન્ટ માટેની ચૂંટણીમાં તેમની રશિયાની સાથે કોઈ ડીલ નહોતી થઈ. પણ, મૂલરના રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ટ્રમ્પની જીત થાય તે માટે તેમના રશિયન સહયોગીઓએ હિલેરી ક્લિન્ટનને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ, કોર્ટમાં મૂલર વાત સાબિત કરી શક્યા નહોતા.

(8:49 pm IST)