Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

યશવર્ધન કુમાર સિન્હા નવા મુખ્ય માહિતી કમિશનર બન્યા:રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યા

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ વહીવટ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર (સીઆઇસી) ના શપથ માટે, માહિતી કમિશનર યશવર્ધન કુમાર સિન્હા ને તેમના પદના શપથ અપાવ્યા હતા . રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં, રાષ્ટ્રપતિ કોવિંદે કેન્દ્રીય માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે, યશવર્ધન કુમાર સિંન્હાને, તેમના પદના શપથ અપાવ્યા. કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને, સામાજિક અંતરને પગલે, વડા પ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના સાથીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સિંન્હાનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. 26 ઓગસ્ટના રોજ બિમલ જુલ્કાની સેવા-નિવૃત્તિ પછીથી આ પદ ખાલી હતુ.

ભારતીય વિદેશી સેવા (આઈએફએસ) ના પૂર્વ અધિકારી, યશવર્ધન કુમાર સિંન્હા એ, 1 જાન્યુઆરી 2019 ના રોજ આયોગમાં માહિતી કમિશનરનુ પદ સંભાળ્યું હતું. તેઓ બ્રિટન અને શ્રીલંકામાં, ભારતીય હાઈ કમિશનમાં પણ રહી ચૂક્યા છે.

(7:37 pm IST)