Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બિહાર ચૂંટણી:પૂર્ણિયામાં મતદાન કેન્દ્ર પર CRPF અને મતદારો વચ્ચે અથડામણ: હવામાં ફાયરિંગ

સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા કહેતા અસામાજિક તત્વો ઉશ્કેરાયા : ચાર શખ્શોની ધરપકડ

પટના : બિહારમાં પૂર્ણિયા જિલ્લાના ધમદાહા વિધાનસભા વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર લાઇનમાં લાગેલા મતદારોને સોશિયલ ડિસ્ટસિંગ કરવા માટે કહેવા પર અસામાજિક તત્વોએ CRPFના જવાનો સાથે મારપીટ કરી હતી. જે બાદ સ્થિતિને કાબુમાં લેવા માટે જવાનોએ હવામાં ગોળી ચલાવવી પડી હતી.

ધમદાહા વિધાનસભા વિસ્તારમાં કૃત્યાનંદ નગરના અલીનગર બૂથ સંખ્યા 282 પર CRPFના જવાનોએ મતદાન માટે આવેલા લોકોને લાઇનમાં શારીરિત અંતર રાખવા માટે કહ્યુ તો કેટલાક લોકો ઉત્તેજિત થઇ ગયા હતા અને જવાનો સાથે મારપીટ શરૂ કરી હતી. બાદમાં ત્યા હાજર CRPFના અન્ય જવાનોએ સ્થિતિને કાબુમાં લેવા માટે હવામાં ફાયરિંગ કર્યુ હતું. ઘટનાની જાણ થતા જ પૂર્ણિયાના પોલીસ અધીક્ષક વિશાલ શર્મા ઘટનાસ્થલે પહોચ્યા હતા, તેમણે જણાવ્યુ કે આ મામલે ચાર અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવી છે. ઘટના પછી આ મતદાન કેન્દ્ર પર વોટિંગનું કામ શાંતિપૂર્વક ચાલી રહ્યુ છે.

બિહારમાં ત્રીજા તબક્કામાં 3 વાગ્યા સુધી 45.90 ટકા મતદાન થયુ છે. બિહારના મુજફ્ફરપુરમાં 38 ટકા, દરભંગાના 39.2 ટકા, મોરવામાં 41.2 ટકા, પૂર્ણિયામાં 41.5 ટકા, જાલેમાં 41.8 ટકા, બહાદુરપુરમાં 42.1 ટકા, કટિહારમાં 41.36, અરરીયા 42.35 ટકા મતદાન થયુ છે.

(7:20 pm IST)