Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

' ટી.આર.પી. સ્કેમ ' : તેઓ ફરિયાદી છે આરોપી નથી : તેમને દરરોજ પોલીસ સ્ટેશને બોલાવી હેરાન કરવાનું બંધ કરો : હંસા રિસર્ચ ગ્રુપએ મુંબઈ પોલીસ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ અનુસંધાને હાઇકોર્ટનો પોલીસ ડિપાર્ટમેન્ટને આદેશ


મુંબઈ : ટી.આર.પી. સ્કેમ મામલે મુંબઈ પોલીસ અને રિપબ્લિક ટી.વી.વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે હંસા રિસર્ચ ગ્રુપના કર્મચારીઓને તેમના નિવેદન ફેરવી તોડવા અથવા પોલીસ કહે તે મુજબ નિવેદન આપવા દબાણ થઇ રહ્યું છે.તેવી ફરિયાદ કંપનીએ હાઇકોર્ટ સમક્ષ નોંધાવી છે.તથા પોતાના કર્મચારીઓને દરરોજ પોલીસ સ્ટેશને બોલાવી સવારથી સાંજ સુધી બેસાડી રાખી બિનજરૂરી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાથી તપાસ મુંબઈ પોલીસ પાસેથી લઇ લેવા અરજ કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટએ મુંબઈ પોકીસને આદેશ આપતા જણાવ્યું છે કે કંપની ફરિયાદી છે આરોપી નથી.તેમના સાથે આરોપી જેવું વર્તન કરવાનું બંધ કરો.

સામે પક્ષે પ્રતિવાદીને ખુલાસો આપવા નામદાર કોર્ટે સમય આપ્યો છે.તથા અમે હંસા ગ્રુપના કર્મચારીઓને દરરોજ બોલાવવાને બદલે જરૂર પડ્યે સપ્તાહમાં બે વખત જ બોલાવશું તેવા પોલીસ ડિપાર્ટમેન્ટ વતી કરાયેલા નિવેદનની નોંધ લીધી છે.તથા નામદાર કોર્ટના આદેશનું પાલન નહીં થાય તો હુકમ કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(6:12 pm IST)