Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગુરમીત રામ રહીમને હરિયાણા સરકારે ગુપ્તરીતે પેરોલ આપી દીધા !

રામ રહીમે પોતાની બિમાર માને મળવા માટે એક દિવસની પેરોલ માંગી હતી.

રોહતક : રેપ અને હત્યા કેસના દોષી અને ઉમરકેદની સજા ભોગવી રહેલા હરિયાણાના  ડેરા સચ્ચા સોદાના મુખી ગુરમીત રામ રહીમને હાલમાં એક દિવસ માટેની પેરોલ આપવામાં આવી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ રામ રહીમને 24 ઓક્ટોબરના રોજ આ પેરોલ આપવામાં આવી હતી. અને તેની જાણકારી હવે બહાર આવી છે

 . ડેરા પ્રમુખ પર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી જાહેર થયા પછી કોર્ટે તેમને ઉમરકેદની સજા પણ સભળાવી હતી. અને તે આ કેસમાં રોહતકની જેલમાં બંધ છે. સુત્રોએ જણાવ્યું કે રામ રહીમે પોતાની બિમાર માને મળવા માટે એક દિવસની પેરોલ માંગી હતી.


જે હાલ ગુરુગ્રામમાં એક હોસ્પિટલમાં બંધ છે. ડેરા પ્રમુખને સુનારિયા જેલથી ગુરુગ્રામ હોસ્પિટલ સુધી ભારે સુરક્ષાની વચ્ચે લઇ જવામાં આવ્યા હતા. સુત્રોનું કહેવું છે કે રામ રહીમ 24 ઓક્ટોબરના રોજ સાંજે પોતાની બીમાર માતાને મળ્યા હતા અને તેની સાથે રહ્યા હતા. સુત્રોએ આ સાથે જ જણાવ્યું કે હરિયાણા પોલીસની ત્રણ ટુકડીઓ આ માટે તૈનાત રહી હતી. અને એક ટુકડીમાં 80 થી 100 જવાન હતા.

ડેરા ચીફને જેલથી પોલીસ એક ગાડીમાં લાવી હતી. જાણવા મળ્યું છે કે રોહતક પોલીસને સુરક્ષા વ્યવસ્થાનું કામ સોપવામાં આવ્યું હતું. અને 24 ઓક્ટોબરે સવારથી લઇને સાંજ સુધી તેમણે આ સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી.

(1:30 pm IST)