Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભારતની વધુ એક ફાર્મા કંપની હેકર્સના નિશાના પર : મુંબઈની ફાર્મસ્યુટીક્લ કંપની લ્યૂપિન પર સાયબર એટેક

કોરોના વૅક્સીન પર આગળ વધતા કામ વચ્ચે અનેક ફાર્મા કંપનીઓ પર સાયબર એટેકનું જોખમ

મુંબઈ: કોરોના મહામારીના ખાત્મા માટે વિશ્વભરની કંપનીઓ અત્યારે વૅક્સીન બનાવવાની તૈયારીઓ કરી રહી છે. અનેક કંપનીઓએ વૅક્સીનના અંતિમ તબક્કાનું ટ્રાયલ પણ શરૂ કરી દીધુ છે. જેમ-જેમ આ વૅક્સીન પર કામ આગળ વધી રહ્યું છે, ત્યારે અનેક ફાર્મા કંપનીઓ પર સાયબર એટેકનું જોખમ વધી રહ્યું છે.

હેકર્સના નિશાના પર હવે ભારતીય ફાર્મા કંપનીઓ  છે. 15 દિવસ પહેલા જ ડૉ રેડ્ડીઝ લેબ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. હવે મુંબઈની ફાર્માસ્યૂટિકલ કંપની લુપિન ) પર પણ આજ પ્રકારનો એટેક કરવામાં આવ્યો છે.

ફાર્મા સેક્ટર સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, વૅક્સીનને લઈને જે સાયબર એટેક અત્યાર સુધી પશ્ચિમી દેશો પૂરતા સિમિત હતા, તે હવે મહામારી  વકરવા સાથે સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યાં છે. ભારતની ફાર્માં કંપનીઓ હાલના સમયમાં કોરોના વૅક્સીનના ગ્લોબલ સપ્લાય ચેનનો એક ભાગ છે. એવામાં હેકર્સે તેના પર ટાર્ગેટ કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યાં છે. એક્સપર્ટના જણાવ્યા મુંજબ, આવા સાયબર હુમલા આગળ પણ થઈ શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, વૅક્સીન અને તેના સપ્લાયની ચેનની જાણકારી મેળવવા માટે હૈકર્સ સાયબર એટેકને અંજામ આપી રહ્યાં છે.

ભારતની એક વૅક્સીન ફર્મના અધિકારીના જણાવ્યા પ્રમાણે, દેશની મોટાભાગની ફાર્મા કંપનીઓ પોતાના ડૉક્યુમેન્ટ અને ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા ડેટા ગત દાયકામાં ડિજિટલ સ્પેસમાં નાખી ચૂકી છે. ગત વર્ષે જ આ ડિજિટલાઈઝેશનનું જોખમ ઉઠાવવામાં આવ્યું હતું. તે વખતે સાયબર સિક્યોરિટીની સર્વિસ પૂરી પાડતી સંસ્થા કાસ્પરસ્કાઈએ સાયબર એટેક માટે ભારતને વિશ્વમાં સૌથી વધું સંવેદનશીલ દેશ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, અહીં દવા બનાવનારી કંપનીઓ સાયબર એટેકરના ટાર્ગેટમાં છે.

કેટલાક એક્સપર્ટનું માનવું છે કે, ભારતની ફાર્મા કંપનીઓકોરોના વાઈરસના કપરા કાળમાં સસ્તી કિંમતે મોટા પાયે દવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આથી આવી કંપનીઓ પણ હેકર્સની રડારમાં છે. વિશ્વભરની મોટી કંપનીઓ સાથે ભારતીય ફાર્મા કંપનીઓ પર સાયબર એટેક  વધવાનો અર્થ છે કે, ભારત એવા દેશોની યાદીમાં સામેલ છે, જે જીવલેણ કોરોના વાઈરસની કારગર વૅક્સીન  બનાવવાની રેસમાં આગળ છે.

(11:24 am IST)