Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સાઉદી અરબમાં નોકરી બદલી શકશે ભારતીય કામદારઃ કફાલા સિસ્ટમ થશે ખત્મ

નવા કાયદા પ્રમાણે નિયોકતાઓના દુવ્યવહાર અને શોષણની સ્થિતિમાં કામ કરીને વેતન મેળવનાર લાખો પ્રવાસી મજૂરો ઉપર તેની કંપની સાથે કામ કરવાની મજબૂરી હવે ખત્મ થઈ ગઈ છે

રિયાધ,તા.૭: સાઉદી અરબમાં  કામ કરી રહેલા ભારતીય કામદારો માટે સારા સમાચાર આવી ગયા છે. સાઉદી અરબમાં બીજા દેશોમાંથી આવનારા પ્રવાસી મજૂરો માટે બુધવારે એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. અહીં લોકો અનુબંધ ખત્મ કરીને નોકરી બદલી શકે છે. નવા કાયદા પ્રમાણે નિયોકતાઓના દુર્વવહાર અને શોષણની સ્થિતિમાં કામ કરીને વેતન મેળવનાર લાખો પ્રવાસી મજૂરો ઉપર તેની કંપની સાથે કામ કરવાની મજબૂરી હવે ખત્મ થઈ ગઈ છે. આ નિર્ણયથી ત્યાં કામ કરનારા લાખો ભારતીય મજૂરોને ફાયદો થશે.

સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સુધારા અંતર્ગત વિદેશી કર્મચારીઓના એક જગ્યાથી બીજી જગ્ચાએ કામ કરવા, નોકરી છોડવા અને દેશણાં ફરીથી પ્રવેશ અને પોતાના નિયોકતાની સહમતિ વગર જ અંતિમ નિકાસી વિઝા સુરક્ષિત કરવાની અનુમતી આપવામાં આવી શકે છે. આ સાધારાની લાંબા સમયથી જરૂર અનુભવાતી હતી. આ પહેલા કોઈપણ કંપનીની મંજૂરી વગર મજૂર આવું ન્હોતો કરી શકતો. મોટાભાગના મામલામાં વિઝાનો ડર દેખાડીને મજૂરોનું શોષણ કરવામાં આવતું હતું.

રોયર્સ પ્રમાણે ઉપ મંત્રી અબ્દુલ્લા બિન નાસિર અબુથનૈને કહ્યું છે કે માર્ચ ૨૦૨૧માં નવા તથાકથિત શ્રમ સંબંધની પહલ લાગુ કરવાાં આવશે. જેનાથી સાઉદી અરબની કુલ આબાદીની લગભગ એક તૃત્યાંસ અથવા રાજયમાં લગભગ એક કરોડ વિદેશી મજૂરોને અસર થશે.

હ્યુમન રાઈટ્સ વોચના શોધકર્તા રોથના બેગમના જણાવ્યા પ્રમાણે આ જાણકારીથી માલુમ પડે છે કે સાઉદીના અધિકારી અનેક ખાડી દેશોમાં પ્રચલિત કફાલા પ્રણાલીની (ત્ત્ર્ીશ્ર્ીર્શ્રી સ્નક્કસ્નદ્દફૂૃ) કેટલીક જોગવાઈઓને ખત્મ કરી રહ્યા છે. આ પ્રણાલીથી વિદેશી કર્મચારીઓને કાયદાકીય રૂપથી તેમના નિયોકતાઓથી બાંધેલા રાખતા હતા.

આ પહેલા વર્ષ કતરે પણ પોતાના શ્રમ કાયદાને ફેરવાર કર્યો હતો. બેગમે કહ્યું કે સાઉદી કાયદામાં ત્રણ ફેરફાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પ્રવાસી શ્રમિકોની સ્થિતિમાં સુધારો થશે. પરંતુ સાથે જ તેમણે કહ્યું કે એવું લાગે છે કે શ્રમિકોને વિઝાની જોગવાઈ કરનારી કફાલા સિસ્ટમ સંપૂર્ણ પણે ખત્મ નહીં કરવામાં આવે.

બેગમે વધુમાં જણાવ્યું કે, શ્રમિકો હજી પણ દેશમાં આવવા માટે એક નિયોકતાની જરૂરત છે. જે તેમને સ્પોન્સર કરે અને નિયોકતા હજી પણ પોતાના નિવાસ સ્થાને આમંત્રિત કરી શકે છે.

(10:46 am IST)