Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓ શું વિચારતી હોય છે ?

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓને કંઈક ખુટતું હોવાનો અહેસાસ થાય છે

મુંબઇ,તા. ૭:ચોમાસું પુરુ થઈ ગયું છે અને મંદ મંદ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. આ ઠંડક પ્રેમના અહેસાસ અને પ્રેમીના સંગાથ માટેની સૌથી ઉત્ત્।મ મોસમ છે. પ્રેમી પંખીડાઓ અને કપલ્સ આ મોસમાં જયા એકાંત મળે ત્યાં રોમાન્સ કરવા લાગે છે. પરંતુ તેમને કયારેય એ વિચાર નથી આવતો કે તેમની આસપાસ દ્યણા સિંગલ લોકો હોય છે. સિંગલ છોકીઓ પણ આસપાસ હોય છે. તેમના મનમાં આ કપલ્સને રોમાન્સ કરતા જોઈને શું વિચાર આવતો હશે તેવું કયારેય કોઈ વિચારતું નથી. આજે અમે તમને જણાવીશું કે, કપલ્સને જોઈને સિંગલ છોકરીઓના મનમાં કેવા વિચારો આવે છે.

સિંગલ છોકરો ત્યાં સુધી જ મૂડમાં હોય છે જયાં સુધી તે કોઈ કમિટેડ કપલ સાથે રૂબરૂ મુલાકાત ના કરી લે.

જયારે કેટલીક સિંગલ છોકરીઓ કોઈ રોમેન્ટિક કપલ્સને જુએ છે ત્યારે તેમને કંઈક ખુટતું હોવાનો અહેસાસ થાય છે અને એવું સમજે છે કે, જિંદગીમાં પ્રેમ થવો એ પણ જરૂરી છે.

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓનાં મગજમાં આવી પણ વાત આવે છે કે, જલ્દી મારી જિંદગીમાં પણ કોઈ એવો છોકરો આવે કે જે મને પોતાનાં જીવથી પણ વધારે ચાહે. હું મારા મિસ્ટર રાઇટની રાહ જરૂર જોઈશ ને એમાં પછી ચાહે ભલે ગમે તેટલો સમય કેમ ના લાગે.

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓ એવું વિચારતી હોય છે કે, પુરુષો કરતા વફાદાર તો કુતરાં હોય છે. પ્રેમમાં પાગલ થઈ જવાની જગ્યાએ એક કુતરો પાળવો એ સૌથી ઉત્ત્।મ છે.

જાહેર સ્થળો પર કિસ કરતા કપલ્સને જોઈને છોકરીઓને ગુસ્સો આવે છે અને તેમના મગજમાં એક આવે છે કે ભાઈ, શું આ લોકોને બીજી કોઇ જ જગ્યા ના મળી તે કયાંય પણ શરૂ થઇ જાય છે. પરંતુ આનાથી વધારે સારૂ તો કોઇ એક રૂમ બુક કરાવી લેવો હતો.

કપલ્સને જોઈને સિંગલ છોકરીઓ કયારેક ઈનસિકયોરિટી પણ ફીલ કરે છે. તેમના મનમાં એવા વિચારો આવે છે કે, ખબર નથી પડતી કે આ છોકરો આ છોકરીને કેવી રીતે મેનેજ કરતો હશે. કેવો આ છોકરો હેન્ડસન અને કયાં આ છોકરી. જો આ છોકરીને હેન્ડસમ બોયફ્રેન્ડ મળી શકતો હોય તો હું તો આના કરતા પણ વધારે સુંદર છું.

(10:27 am IST)