Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

લદ્દાખના નયોમામાં ફોરવર્ડ બેઝ પર તૈનાત જવાનો અમેરિકાની રાઇફલ અને સ્વિસ પિસ્તોલથી સુસજ્જ

સેનાના જવાનો ચીન સાથેની સરહદ પર દરેક પડકારનો સામનો કરવા સક્ષમ

નવી દિલ્હી :વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથે તૈનાત ભારતીય સેનાને દરેક મોરચાનો સામનો કરવા માટે તમામ હરસંભવ સંસાધનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેને જોતા લદ્દાખના નયોમામાં ફોરવર્ડ બેઝ પર સેનાના જવાનોને SIG Sauer 716 એસોલ્ટ રાઇફલ અને સ્વિસ MP-9 પિસ્તોલ આપવામાં આવી છે, જેથી સેનાના જવાનો ચીન સાથેની સરહદ પર દરેક પડકારનો સામનો કરી શકે.

LAC પર સરહદી વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ પ્રવર્તે છે અને બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત ચાલી રહી છે. જોકે, આ વાતચીતમાં વિવાદિત સ્થળ પરથી સૈનિકોને પાછા ખેંચવા માટે બંને દેશો વચ્ચે સહેમતી પણ બની છે

 

અગાઉ, ભારતીય સેનાએ આધુનિકીકરણ પ્રક્રિયાના ભાગરૂપે SIG Sauer 716 એસોલ્ટ રાઇફલોની પ્રથમ બેચને સામેલ કરી હતી. આ અત્યાધુનિક રાઇફલોનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં પણ કરવામાં આવશે. આ રાઇફલ ભારતીય સેનાની ફાયરપાવરમાં વધારો કરશે. કારણ કે, આ રાઇફલ ક્લોઝ કોમ્બેટ અને રેન્જ રાઇફલ્સની રેન્જમાં સૌથી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે.

ભારતે ચીન સરહદ પર તૈનાત સૈનિકો માટે 75 હજાર રાઈફલોનો ઓર્ડર આપ્યો હતો. 7.62x51 mm કેલિબરની આ રાઇફલોથી 500 મીટરના અંતરથી જ દુશ્મનને ઠાર કરી શકાય છે. આ માટે અમેરિકન કંપની SIG Sauer સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં 780 કરોડ રૂપિયાનો સોદો થયો હતો. આ નવી રાઇફલ્સ INSAS રાઇફલ્સનું સ્થાન લઇ રહી છે, જે ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા બનાવવામાં આવતી હતી.

(12:42 am IST)