Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

બોમ્બ મુક્યાની ધમકીના ફોન સંદર્ભે બેની અટકાયત

અમિતાભના બંગલા બહાર બોમ્બ મૂક્યાની ધમકી :શુક્રવાર રાતે પોલીસ કંટ્રોલને ફોન આવતા તપાસ બાદ સ્થળો પરથી કંઈ જ ન મળ્યું, તમામ સ્થળે ચુસ્ત બંદોબસ્ત

મુંબઈ, તા. : મુંબઈના ત્રણ રેલવે સ્ટેશન અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલાની બહાર બોમ્બે મૂકાયા હોવાનો ફોન આવ્યા બાદ ચારેય સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. શુક્રવારે રાત્રે મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ફોન કરીને કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), ભાયખલ્લા અને દાદર રેલવે સ્ટેશન તેમજ એક્ટર અમિતાભ બચ્ચનના જૂહુ સ્થિત બંગલાની બહાર બોમ્બ મૂકાયો છે. જોકે, પોલીસનું કહેવું છે કે, સ્થળોએ તપાસ કર્યા પછી કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું.

મીડિયા રિપોર્ટ મુજબ, પોલીસે કહ્યું, ફોન આવ્યા પછી ગવર્નમેન્ટ રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસકર્મીઓ સ્થળો દોડી ગયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, અત્યાર સુધીની તપાસમાં કશું શંકાસ્પદ મળી આવ્યું નથી પરંતુ સ્થળોએ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ને તપાસ ચાલુ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે મુંબઈ ક્રાઈમ બ્રાંચના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા શનિવારે મામલે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના સીઆઈયુએ જે મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો તેને ટ્રેક કરતાં ફોન કરનાર સુધી પહોંચી શકાયું. ફોન કરનાર શખ્સ મહારાષ્ટ્રના મરાઠાવાડ વિસ્તારનો ટ્રક ડ્રાઈવર છે. અમને જાણવા મળ્યું છે કે, તેને પીવાની કુટેવ છે. ટ્રક ડ્રાઈવર ઉપરાંત એક શખ્સની અટકાયત કરવામાં આવી છે અને ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ છે, તેમ પોલીસે જણાવ્યું.

દરમિયાન, અમિતાભ બચ્ચનના વર્કફ્રંટની વાત કરીએ તો, તેઓ અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે. ઉપરાંત ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અકિનેની અને મૌની રોય મહત્વના રોલમાં છે. સિવાય બિગ બી પાસે 'ઝૂંડ', નાગ અશ્વિનની અનટાઈટલ્ટ ફિલ્મ જેમાં તેઓ પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે દેખાશે. અમિતાભ બચ્ચને હોલિવુડ ફિલ્મ ઈન્ટર્નની હિન્દી રિમેક પણ સાઈન કરી છે. અગાઉ ફિલ્મમાં ઋષિ કપૂરને લેવાયા હતા પરંતુ તેમનું નિધન થતાં અમિતાભ બચ્ચનને રોલ મળ્યો છે. ફિલ્મમાં અમિતાભ સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. ઉપરાંત ઈમરાન હાશમી અને અમિતાભ બચ્ચનના લીડ રોલવાળી ફિલ્મ 'ચહેરે' રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં રિયા ચક્રવર્તી, અનુ કપૂર અને ક્રિસ્ટલ ડિસૂઝા મહત્વના રોલમાં છે. અજય દેવગણ સાથે મેડે અને ગુડબાય જેવી ફિલ્મો પણ બિગ બી પાસે છે.

(7:08 pm IST)