Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

કોરોનાની લહેરે ૧૦ રાજ્યોમાં દેખાડયું વરવુ રૂપ

૧૦ રાજ્યોમાં ૧.૦૧ની સરેરાશથી આર વેલ્યૂ વધારે જોવા મળી રહી છે : પ્રમુખ શહેરોમાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરેરાશ સાથે મધ્યપ્રદેશમાં પણ ૧.૩નો આર વેલ્યૂ ચિંતા વધારી રહ્યો છે

નવી દિલ્હી તા. ૭ : કોરોના વાયરસનું ડેલ્ટા વેરિઅન્ટ એક વાર ફરી માથું ઉંચકી રહ્યું છે. માહિતિ મળી રહી છે કે આ વેરિઅન્ટના કારણે રિપ્રોડકશન કે ‘R’ વેલ્યૂનો આંક ફરીથી ૧દ્ગચ પાર ખયો છે. એક મહિના પહેલા આ સંખ્યા ૦.૯૩ હતી. હવે ઓછામાં ઓછા ૧૦ રાજયોમાં રાષ્ટ્રિય સરેરાશથી ૧.૦૧થી વધારે જોવા મળી રહી છે.‘R’ને આધારે જાણી શકાય છે કે સંક્રમણા કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે કે કેસ ઘટી રહ્યા છે. 

એક રિપોર્ટ અનુસાર સીનિયર વાયરોલોજિસ્ટ ડોકટર ટી જૈકબનું કહેવું છે કે એક વ્યકિત એકથી વધારે લોકોને સંક્રમિત કરી રહ્યો છે, માર્ચમાં ‘R’ વેલ્યૂ ૧.૪ની આસપાસ હતી. તે સમયે કેસ ઝડપથઈ વધી રહ્યા હતા. મે મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો. તે સમયે ‘R’ વેલ્યૂ ૦.૭ પર જોવા મળી. વધતા ‘R’ વેલ્યૂના કારણે ફરીથી ચિંતા વધી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ફકત ‘R’ વેલ્યૂ વધવાથી કોઈ રાજય કે જિલ્લાને રેડ ઝોનમાં રાખી શકાય નહીં. 

દેશના ૧૦ રાજયોમાં આર વેલ્યૂ ૧.૦૧ની સરેાશથી વધારે જોવા મળી રહી છે. દિલ્હી અને મહારાષ્ટ્ર તેનાથી થોડા જ દૂર છે. એમપીમાં ૧.૩, હિમાચલમાં ૧.૩૦, નાગાલેન્ડમાં ૧.૯ની આર વેલ્યૂ જોવા મળી રહી છે. ૫ ઓગસ્ટે દેશમાં ૧૦૦૦થી વધારે કેસ વાળા ૮ રાજયોમાંથી ૫માં આર વેલ્યૂ ૧થી વધારે હતી. કેરળમાં ૧.૦૬ અને કર્ણાટક અને આંધ્રપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં તે ૧ને પાર થઈ છે. 

 દરેક રાજયોમાં ફકત ‘R’ વેલ્યૂના આધારે જોખમને જોઈ શકાય નહીં. જેમકે એમપીમાં રોજ ૩૦ નવા કેસ આવી રહ્યા છે. સંક્રમિત દર્દીઓ ઓછા હોય અને આર વેલ્યૂ લધતી હોય તો પણ જોખમ ઓછું જ રહે છે. આ સિવાય અન્ય એક ડેટામાં કહેવાયું છે કે બીજી લહેર ઘટી રહી છે. સૌથી વધારે આર વેલ્યૂ નાગાલેડન્માં છે અને અહીં રોદ વધારે કેસ આવી રહ્યા છે. અન્ય રાજયોમાં તે પ્રમાણ ઓછું છે. મિઝોરમ, આસામ, ઓરિસ્સામમાં મોત અને સંક્રમણની શકયતાઓ ઓછી જોવા મળે છે. અહીં પાબંધીમાં પણ રાહત આપવામાં આવી રહી છે જેથી લોકો ફરીથી રૂટિનમાં આવી શકે.

(11:39 am IST)