Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

દુરનું સપનુ લાગી રહયું છે ડિસેમ્બર સુધીમાં સંપુર્ણ વેકસીનેશન

ભારતની વસ્તીની સરખામણીમાં માત્ર ૪.૬ ટકા લોકોને પુર્ણ રસીકરણઃ માત્ર ર૦.૮ ટકા લોકોને મળ્યો એક ડોઝ

 

નવી દિલ્હી, તા., ૭: દેશમાં કોરોના રસીકરણ નવી નીતી લાગુ કર્યા બાદ ઝડપ પકડી રહયું છે. પરંતુ તે અપેક્ષીત ઝડપથી ઘણું પાછળ છે. નવી નીતી પછી ૧પ દિવસમાં  ૭.૭૫ કરોડ વેકસીન લગાવવામાં આવી છે. જે દરરોજ સરેરાશ પ૧ લાખ જેટલી છે. જો કે ર૧ જુનના દેશમાં રેકોર્ડ બ્રેક ૯૦.૮૬ લાખ વેકસીન લગાવાયા બાદ એક દિવસ પણ આ આંકડા સુધી ફરીથી પહોંચી શકાયું નથી. ૪ જુલાઇના આ આંકડો સૌથી નીચલા સ્તર ઉપર એટલે કે ૧૪.૭૭ લાખ ઉપર અટકી ગયો હતો. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના કહેવા મુજબ દેશમાં ત્રીજી લહેરને રોકવા માટે રોજ ૮૬ થી ૮૭ લાખ લોકોને વેકસીન દેવાની જરૂર છે. 

ભારતમાં રસીકરણ

* કુલ વેકસીનેશન ૩પ,પર,૧૭,પ૩૦  * પહેલો ડોઝ  ર૮,૯૪,૧૩,૬૮ર * બંન્ને ડોઝ  ૬,પ૮,૦૩,૮૪૮

સૌથી વધુ વેકશીનેશન કયાં ?

મહારાષ્ટ્ર ૩,૪૬,૭૮,૬૯૭

ઉતર પ્રદેશ ૩,૪૧,૯૬,૪૧૬

ગુજરાત ર,૭૩,૦પ,૬૮૬

રાજસ્થાન ર,પ૮,૪૧,પ૧૭

કર્ણાટક  ર,૪૪,રર,૦ર૮

દુનિયાભરના કેટલાક દેશોમાં રસીકરણના આંકડા

ભારત ૪.૬ ટકા

અમેરીકા ૪૭.૭ ટકા

યુએઇ ૬૪ ટકા

ઇઝરાયેલ પ૬.૪ ટકા

યુકે પ૦.૮ ટકા

સ્પેન ૪૦.૬ ટકા

જર્મની ૩૮.૯ ટકા

નેધરલેન્ડ ૩પ.પ ટકા

ઇટાલી ૩૪ ટકા

ફ્રાન્સ ૩૩.૭ ટકા

ચીન ૧પ.૯ ટકા

રશીયા ૧ર.ર ટકા

(12:53 pm IST)