Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ પૂનમ પાંડેની ગોવા પોલીસે ધરપકડ કરી

સાઉથ ગોવામાં જાહેર સંપત્તિનો દુરૂપયોગ, અશ્લીલતા બદલ ફરિયાદ

પણજી,તા. ૬: અભિનેત્રી પૂનમ પાંડેની અશ્લીલ વીડિયો શૂટ કરવાના આરોપ બદલ ઉત્ત્।ર ગોવા પોલીસે ધરપકડ કરી છે. ગોવા ફોરવર્ડ પાર્ટીએ પૂનમ પાંડે વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. ગોવા સરકારની પ્રોપર્ટી પર પૂનમ પાંડેએ એક અશ્લીલ વીડિયો શૂટ કરી હોવાનો આરોપ ગોવા ફોરવર્ડ પાર્ટીએ લગાવ્યો હતો.

ગોવા પોલીસે બુધવારે આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. પૂનમ પાંડેને ફિલ્માવતા અશ્લીલ વીડિયો શૂટ કરવા બદલ કેટલાક અજાણ્યા શખ્સો વિરુદ્ઘ કેસ દાખલ કરાયો હતો.

અગાઉ સપ્ટેમ્બરમાં પૂનમ પાંડેએ પોતાના પતિ વિરુદ્ઘ મોલેસ્ટેશન અને કનડગતના આક્ષેપ સાથે કેસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે પૂનમ પાંડેના પતિની પૂછપરછ કરી હતી. બન્ને ગોવામાં હનીમૂન કરવા આવ્યા હતા. પૂનમ પાંડેએ લગ્નના ૧૩ દિવસ બાદ જ પતિ વિરુદ્ઘ ફરિયાદ દાખલ કરાવી હતી.

પૂનમ પાંડેએ અશ્લીલ વીડિયોનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર અપલોડ કર્યું હતું. આ ટીઝર ખૂબજ ઝડપથી વાયરલ થયું હતું. પૂનમના કેટલાક વાંધાજનક વીડિયોને લાખો વ્યૂઝ મળતા હોય છે અને કયારેક તે ટ્રોલ પણ થતી હોય છે.

પૂનમના વીડિયો બદલ સાઉથ ગોવાના કેનાકોના ગામના બે પોલીસવાળાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વીડિયો ચાપોલી ડેમ ખાતે શૂટ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ પૂનમ પાંડે નોર્થ ગોવાની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાઈ હતી. કેલેન્ગુટ પોલીસે તેની અટકાયત કર્યા બાદ તેને કેનાકોના પોલીસને સોંપી દેવામાં આવી હતી. પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે. ગુરુવારે કેનાકોના શહેરના કેટલાક રહીશોએ બંધનું એલાન આપતા પોલીસ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

(9:39 am IST)