Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મુંબઈ પોલીસે નોંધેલી એફઆઈઆર રદ કરવા સુશાંત સિંહ રાજપૂતની બહેનોની મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન : સુશાંતને પ્રતિબંધિત ડ્રગ અપાવવામાં બંને બહેનો શામેલ હોવાની રિયા ચક્રવર્તીની ફરિયાદ સીબીઆઈ તપાસને ગેરમાર્ગે દોરનારી : મુંબઈ હાઇકોર્ટે સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી

મુંબઈ : બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેનો પ્રિયંકા તથા  મિતુ સિંહ મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવ્યા મુજબ રિયા ચક્રવર્તીએ તેમના વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદના આધારે મુંબઈ પોલીસે નોંધેલી એફઆઈઆર રદ કરવાની માંગણી કરી છે.

બંને બહેનોના એડવોકેટે અનુસંધાને જણાવ્યું હતું કે તેમને હજુ ગઈકાલે ફરિયાદની નકલ મળી છે.જેથી જવાબ આપવા સમય જોઈએ છે.જે માટે નામદાર કોર્ટે મંજૂરી આપી હતી.
રિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ બંને બહેનોએ સુશાંતને પ્રતિબંધિત ડ્રગ આપવા માટે ડો.કુમાર પાસેથી પ્રિસ્ક્રિપશન લખાવવાનું ષડયંત્ર રચ્યું હતું .

ફરિયાદ રદ કરવાની માંગણી સાથે બંને બહેનોએ બાંદ્રા પોલીસ તાત્કાલિક કોઈ પગલાં ભરે તેવી દાદ માંગી છે.તથા મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારે ખરાબ કરેલી તેઓની છબી વિરુદ્ધ પણ તપાસ માંગી છે.

વિશેષમાં બંને બહેનોએ જણાવ્યું છે કે હવે રિયાએ અગાઉ સુપ્રીમ કોર્ટ તથા મીડિયા સમક્ષ આપેલા નિવેદનોથી બિલકુલ વિરોધી સ્ટોરી ઘડી કાઢી છે.જે સીબીઆઈ ,ઇડી ,તથા નાર્કોટિક કંટ્રોલ બ્યુરો દ્વારા ચાલી રહેલી તપાસને ઊંધે માર્ગે દોરવાની કોશિષ  છે.ડો.કુમાર ઉપર પણ લગાવેલો આરોપ ખોટો છે. તેમણે લખી આપેલી દવાઓ પ્રતિબંધિત નથી. નામદાર કોર્ટએ આગામી સુનાવણી 13 ઓક્ટોબર ઉપર રાખી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

 

(9:13 pm IST)