Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યકિતના પરિવારને વળતર માટે હવે ભટકવુ નહિં પડે

વિમા કંપનીએ અકસ્માતના ૩ મહિનાની અંદર મૃતકના પરિવારને વળતર ચૂકવવાનું રહેશે

રાજકોટ તા. ૬ : દેશમાં અકસ્માતથી મૃત્યુના આંકડા ચોંકાવનારા આવ્યા છે ત્યારે અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામે છે તેમના ઘરે જાણે તકલીફોનો પહાડ તૂટી પડે છે. મૃત્યુ પામેલ વ્યકિતનો પરિવાર વળતર મેળવવા માટે લાંબી કોર્ટની પ્રક્રિયાના અંતે પણ વળતરને પામતા નથી ત્યારે એક વાહન સંશોધન વિધેયકના અભ્યાસને અંતે જે તે મૃતક છે તેમના પરિવારને વળતર તરીકે ૫ લાખની રકમ મળવા પાત્ર છે. વળતરની રકમ મેળવવા માટે કોર્ટના ધક્કા ખાવા નહિ પડે વીમા કંપનીઓ ૩ મહિનાની અંદર આ વળતરની રકમ જે તે મૃતકના પરિવાર સુધી પહોચાડવાની રહેશેમ વીમા કંપનીઓને આ વળતરની રકમ ચેકના માધ્યમથી આપવાની રહેશે.

આ નિયમ લાગુ કરવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઇવે મંત્રાલયની સરકારી અને ખાનગી વીમા કંપનીની બેઠકના આધારે અને તૈયાર થયેલા ડેટાના અભ્યાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલના સમયમાં મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગના ૭૦્રુ લોકો માંથી ૨.૫ થી ૩ લાખ સુધીનું વળતર મળે છે. જેને મેળવવા માટે મૃતકના પરિવારે અકસ્માતના દાવાને મંજુર કરાવવા માટે લાંબી કોર્ટની પ્રક્રિયા કરવી પડે છે પરંતુ હવે આ નવા નિયમને આધારે અકસ્માતનો દાવો કરવા માટે લાંબી પ્રક્રિયા માંથી પસાર થવું નહિ પડે.

દિલ્હી IIT અને DIMTS ના થયેલા એક અભ્યાસને આધારે રોડ અકસ્માતના ભોગ બનેલા ૩૪% લોકો પાસે આવકનું કોઈ સ્થાયી સાધન હોતું નથી. ૨૮%ની માસિક અવાક માત્ર ૧૦ થી ૨૦ હજાર અને ૩% લોકોની અવાક ૫૦ હજાર જેવી હોય છે. આ દુર્ઘટનાના આર્થિક અને સામાજિક બન્ને પાસાને ધાયને લઈને અભયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ૨૦ શહેરો અને ૫૪ હોસ્પિટલના આંકડા અને ૧૪ શહેરોમાં બે વર્ષમાં ૬૪૦૦ અકસ્માતના વિવરણને ધ્યાને લેવામાં આવ્યા હતા, રાષ્ટ્રીય ગુન્હાના રેકોર્ડ બ્યુરોના આધારે વર્ષ ૨૦૧૯માં દેશમાં ૪૩૭૩૯૬ રોડ અકસ્માત થયા હતા જેમાંથી ૧૫૪૭૩૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનાના આંકડા અનુસાર ૩૮% લોકો દ્વિચક્રી વાહન ચલાવતા અકસ્માત થયો નોંધાયો છે. દુર્ઘટનામાં મોટાભાગે ગામડાના લોકો ભોગ બન્યા છે. આ અભ્યાસમાં ગામડાના લોકો વધુ ભોગ બને છે તેવું તરણ આપવામાં આવ્યું છે.

(3:27 pm IST)