Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રાજકોટમાં કોરોનાએ આજે ૧૧ના જીવ લીધા

કોરોનાના મૃત્યુ આંકમાં સતત ઘટાડોઃ શહેર-જીલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૫૦૭ બેડ ખાલીઃ સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૬:  છેલ્લા  છ મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોના હાાકાર મચાવી રહ્યો છે ત્યારે તેમાં રાજકોટ બાકાત નથી. પરરંતુ છેલ્લા સપ્તાહથી શહેર- જીલ્લમાં મુત્યુ અને કેસનાં આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં ૧૧ દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે. તે સાથે છેલ્લા ૩  દિવસમાં મૃત્યુઆંક ૩૩ થઇ ગયો છે.

 

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને  જીલ્લામાં એક મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૫નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૬ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૧૧ દર્દીઓનાં મૃત્યુ થયા છે. આ સાથે છેલ્લા બે દિવસમાં કોરોનાએ ૨૨ લોકોની જિંદગી છીનવી લીધી હતી.જયારે ગત સપ્તાહએ મુત્યુમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.  દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે. કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૫૦૭ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.

(3:03 pm IST)