Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

યુપીમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: સારવાર દરમ્યાન કરૂણમોત પરિવારજનોમાં આક્રોશ : મૃતદેહ માર્ગ પર રાખીને રસ્તો જામ કર્યો

અલીગઢ જિલ્લાના ઈગલાસ ગામમાં ઘટના : બાળકીની દિલ્હીના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

યુપીના હાથરસ બાદ વધુ એક દિકરીની દુષ્કર્મ બાદ કરૂણ મોત નિપજ્યું છે.15 દિવસ પહેલા સાદાબાદ ક્ષેત્રના મઈ જટોઈ નિવાસી 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ થયું હતું, અલીગઢ જિલ્લાના ઈગલાસ ગામમાં આ ઘટના સર્જાઈ હતી. બાળકીની દિલ્હીના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

પરંતુ સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું હતું. ઘટનાથી પરિવારજનોમાં ગુસ્સો ફેલાયો હતો. અને બાળકીનો મૃતદેહ માર્ગ પર રાખીને રસ્તો જામ કર્યો હતો. નોધનીય છે કે હજુ હાથરાસની પીડિતીને ન્યાય નથી મળ્યો ત્યાં આ બીજી ઘટના સર્જવાથી સમગ્ર સમાજ સ્તબ્ધ છે.

પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી યોગ્ય આરોપીને પકડવામાં નહીં આવે અને ઇગલાસ કોટવાલને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ બાળકીના અંતિમ સંસ્કાર કરશે નહી. આ સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે, પરંતુ પરિજનોનો આરોપ છે કે પોલીસે યોગ્ય આરોપીને પકડ્યો નથી.

(10:04 am IST)