Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

હાથરસ કાંડમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્ર: યુપી પોલીસનો દાવો: અજાણ્યા લોકો સામે રાષ્ટ્રદ્રોહની FIR દાખલ

કે જાતિવાદી હિંસા ભડકાવી રાજ્યની યોગી સરકારની છબી ખરાબ કરવા ષડ્યંત્ર

હાથરસઃ યુપીના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે કથિત ગેંગરેપની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે તેવામાં યુપી પોલીસએ આ ઘટનામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે  સાથે અજાણ્યા લોકો સામે એક FIR પણ દાખલ કરી રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂક્યો છે.

 હાથરસના ચંદપા પોલીસ મથકમાં કેટલાક અજાણ્યા લોકો સામે રાષ્ટ્રદ્રોહના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુપી પોલીસએ દાવો કર્યો કે જાતિવાદી હિંસા ભડકાવી રાજ્યની યોગી સરકારની છબી ખરાબ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ સુધી આ દિશામાં કોઇ ધરપકડ કરવામાં આવી નથી.

હાથરસની ઘટનાને પગલે રાજકીય વિવાદ વધતા યુપી પોલીસ અને તંત્રની વર્તણુકની ચારેબાજુથી ટીકા થવા લાગી હતી. જેના પગલે યુપી સરકારે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. પરંતુ જેમનું નામ પીડિતાના પરિવારને ધમકી આપવામાં છે, તે ડીએમ પ્રવીણકુમાર સામે હજુ સુધી પગલાં લેવામાં આવ્યા નથી.Police

દરમિયાન વિપક્ષ આ મામલે પોતાની સઘળી તાકાત લગાવી છે. કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડરા સહિત અન્ય નેતાઓએ યુપીમાં યોગી સરકારના રાજીનામાંની માગ  કરી છે.Police

પોલીસ મથકમાં હાથરસ જિલ્લાના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે સવારે આશરે 9:30 કલાકે 19 વર્ષીય દલિત યુવતી પર સંદીપ નામના યુવાને હુમલો કરાયાની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ યુવતીના ભાઇએ કરી હતી. યુવતી દલિત હોવાથી પોલીસે SC/ST કલમ અને કલમ 307 હેઠળ FIR દાખલ કરી હતી.તે જ દિવસે પીડિતાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલા નહેરુ કોલેજમાં સાંજે 4 વાગે દાખલ કરવામાં આવી હતી. ઘટનામાં પ્રથમ ધરપકડ પાંચ દિવસ બાદ કરવામાં આવી હતી. પછી ત્રણ આરોપીને પણ પકડી લેવામાં આવ્યા.

પીડિતા 22 સપ્ટેમ્બરે ભાનમાં આવી અને પોતાના પર ગેંગરેપની વાત એણે મેજિસ્ટ્રેટની હાજરીમાં કરી. પરંતુ તેની સ્થિતિ નહીં સુધરતા દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાઇ હતી. પીડિતાને 28 સપ્ટેમ્બરે સાંજે સાડા ત્રણ વાગે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ બીજા દિવસે 29 સપ્ટેમ્બરે સવારે 6.25 વાગે તેનું મૃત્યુ થઇ ગયું હતું.યુવતીને મોત બાદથી વિવાદ વધુ ચગ્યો છે. યુપી સરકાર અને પોલીસ યુવતી પર રેપની વાત જ નકારે છે.

(12:00 am IST)