Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

17 નવેમ્બરના રોજ ' બ્રિક્સ શિખર સંમેલન ' : વર્તમાન કોવિદ -19 ના સંજોગોને કારણે વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી કરાયેલું આયોજન : સંમેલનમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે સંવાદ થશે : ચીનની વિસ્તારવાદી નીતિઓ વિરુદ્ધ આડકતરી ઝાટકણી થવાની શક્યતા

ન્યુદિલ્હી : આગામી 17 નવેમ્બરના રોજ 12 મું  ' બ્રિક્સ શિખર સંમેલન ' વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનાર છે.જેમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ અને સંઘર્ષ વચ્ચે વડાપ્રદાન શ્રી નરેન્દ્ર મોદી તથા ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે સંવાદ થશે.
બાદમાં 20 તથા 21 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયા આયોજિત જી -20 સમિટમાં પણ આ બંને દેશના પ્રમુખો વચ્ચે વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત થશે.ત્યાર પછી એસસીઓ સમિટમાં પણ વર્ચ્યુઅલ મુલાકાત થશે
ઉપરોક્ત મુલાકાતો દરમિયાન વડાપ્રધાન શ્રી મોદી ચીનની વિસ્તારવાદી નીતિઓ વિરુદ્ધ આડકતરી ઝાટકણી કરે તેવી શક્યતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:06 pm IST)