Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

મોગલ સમ્રાટ મોહમ્મદ ઘોરીના સમયના 13 મી સદીના સોનાના સિક્કાની હરાજી કરાશે : લંડનમાં 22 ઓક્ટોબરના રોજ યોજાનારી લિલામીમાં 2 થી 3 લાખ પાઉન્ડ ( અંદાજે 189 થી 284 કરોડ રૂપિયા ) ઉપજવાની ધારણાં

લંડન : મોગલ સમ્રાટ મોહમ્મદ ઘોરીના સમયના 13 મી સદીના સોનાના સિક્કાની હરાજી લંડનમાં 22 ઓક્ટોબર 2020 ના રોજ યોજાશે.આ લિલામીમાં મુકનારા સિક્કાઓની કિંમત 2 થી 3 લાખ પાઉન્ડ ( અંદાજે  189 થી 284  કરોડ રૂપિયા )  ઉપજવાની ધારણાં છે.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ ઘોરીનો જન્મ અફઘાનિસ્તાનના ઘોરમાં થયો હતો જ્યાંથી તેણે ઉત્તર ભારતમાં  પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તથા અનેક મંદિરો ધ્વસ્ત કરી તેની જગ્યાએ મસ્જિદોની સ્થાપના કરી હતી.

(2:01 pm IST)