Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

'મૈં ચૂપ હું બીમાર નહીં’: બીમાર હોવાની અફવાને કારણે હીમેને શેર કર્યો વિડિઓ

ધર્મેન્દ્રના વીડિયો પહેલા બોબી દેઓલએ તેના પિતા સાથે જોડાયેલી અફવાઓને ફગાવીને સ્પષ્ટતા કરી છે કે તેના પિતા ઘરે છે.

મુંબઈ : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ આવ્યા હતા,એવો દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાની તબિયત બગડી છે. અભિનેતાની બગડતી તબિયતના સમાચાર સામે આવતા જ તેના ચાહકો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ આ અહેવાલો વચ્ચે હવે ધર્મેન્દ્રએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તે સંપૂર્ણ રીતે ઠીક છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર એક ગીત સંભળાવી રહ્યા છે અને  કહે છે, ‘મૈં ચૂપ હું બીમાર નહીં’. ધર્મેન્દ્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધર્મેન્દ્રના વીડિયો પહેલા બોબી દેઓલનું એક નિવેદન પણ સામે આવ્યું હતું, જેમાં તેણે તેના પિતા સાથે જોડાયેલી અફવાઓને ફગાવીને સ્પષ્ટતા કરી છે કે તેના પિતા ઘરે છે. તેણે એમ પણ કહ્યું કે અભિનેતા સંપૂર્ણપણે ઠીક છે. તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. આ માટે હું તેના તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું. તમારો પ્રેમ અને સ્નેહ એવો જ રહે.

મે મહિનાની શરૂઆતમાં ધર્મેન્દ્રને રૂટીન ચેક-અપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ પાછળથી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો દ્વારા ખુલાસો કર્યો કે તેની પીઠના સ્નાયુઓમાં તાણને કારણે તે થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ હતો. વીડિયો શેર કરતાં તેણે લખ્યું, “દોસ્તો, વસ્તુઓ પર દબાણ ન કરો… તમારી મર્યાદા જાણો, મેં આ કર્યું અને મારો પાઠ શીખ્યો.”

   
(11:38 pm IST)