Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સેન્સેક્સમાં ૯૪, નિફ્ટીમાં ૧૫ પોઈન્ટનો ઘટાડો થયો

સપ્તાહના પ્રથમ દિવસે જ બજારમાં ગાબડું : ઘટાડાનો દોર જારી રહેતા રોકાણકારોની ચિંતા વધી

મુંબઈ, તા.૬ : સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે ભારતીય શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન પર બંધ થયા હતા. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને એક દિવસના કારોબાર બાદ આખરે બંને સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૯૪ પોઈન્ટ ઘટીને ૫૫,૬૭૫ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સાધારણ ૧૫ પોઈન્ટ ઘટીને ૧૬,૫૬૯ પર બંધ થયો હતો.

અગાઉ, સેન્સેક્સ ઇન્ડેક્સ ૯૪ પોઇન્ટ ઘટીને ૫૫,૬૭ પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૩૦ પોઇન્ટ ઘટીને ૧૬,૫૫૪ પર ખુલ્યો હતો. શુક્રવારે છેલ્લા ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે, બીએસઈ સેન્સેક્સ ૪૯ પોઈન્ટ ઘટીને ૫૫,૭૬૯ પર અને એનએસઈ નિફ્ટી ૪૪ પોઈન્ટ ઘટીને ૧૬,૫૮૪ પર બંધ થયો હતો.

 

 

(7:49 pm IST)