Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

નરેન્‍દ્રભાઈએ ૧, ૨, ૫, ૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાઓની વિશેષ શ્રેણી બહાર પાડી

નવી દિલ્‍હી, તા.૬ : :નરેન્‍દ્રભાઈએ આજે સોમવારે નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના આઈકોનિક વીક સમારોહનું ઉદ્ધાટન કર્યુ. આ અવસરે તેમણે ૧,૨,૫,૧૦ અને ૨૦ રૂપિયાના સિક્કાની નવી સિરીઝ પણ જારી કરી. આ સિક્કા આઝાદીના અમળત મહોત્‍સવને સમર્પિત કરવામાં આવ્‍યા છે. વડાપ્રધાને આ અવસરે કહ્યુ કે આ સિક્કા સતત લોકોને અમળત કાળના લક્ષ્યોની યાદ અપાવશે અને તેમને રાષ્‍ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરશે.
નરેન્‍દ્રભાઈએ આ કાર્યક્રમમાં હાજર નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના અધિકારીઓ, કર્મચારીઓને કહ્યું, આપ સૌ આ વારસાનો ભાગ છો. દેશના સામાન્‍ય જનના જીવનને સરળ બનાવવુ હોય, કે દેશની અર્થવ્‍યવસ્‍થાને સશક્‍ત કરવાની હોય, છેલ્લા ૭૫ વર્ષોમાં અનેક સાથીઓએ આમાં ખૂબ યોગદાન આપ્‍યુ છે. વીતેલા વર્ષોમાં નાણા મંત્રાલય અને કોર્પોરેટ મંત્રાલયે પોતાના કાર્યો દ્વારા, યોગ્‍ય સમયે સાચા નિર્ણયો દ્વારા પોતાનો એક વારસો બનાવ્‍યો છે. એક શ્રેષ્ઠ સફર નક્કી કરી છે.
નાણા અને કોર્પોરેટ કાર્ય મંત્રાલય ૬ થી ૧૧ જૂન સુધી આઝાદી કા અમળત મહોત્‍સવ હેઠળ આઈકોનિક સમારોહ આયોજિત કરશે. આ દરમિયાન કોર્પોરેટ કાર્ય મંત્રાલય અને નાણા મંત્રાલયનો પ્રત્‍યેક વિભાગ પોતાના સમળદ્ધ ઈતિહાસ અને વારસાની સાથે-સાથે આવનારા પડકારનો સામનો કરવા માટે તત્‍પરતાનુ પ્રદર્શન કરશે. આ અવસરે વડા-ધાન નરેન્‍દ્ર મોદીએ ક્રેડિટ લિંક્‍ડ સરકારી યોજનાઓ માટે જન સમર્થ પોર્ટલ શરૂ કર્યુ. આ પોર્ટલ અલગ-અલગ યોજનાઓને એક જ મંચ પર ઉપલબ્‍ધ કરાવશે. આ પોતાનામાં પહેલુ એવુ પોર્ટલ હશે જે લાભાર્થીઓને ઋણદાતાઓ સાથે જોડશે.
પીએમ મોદીએ કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યુ, આજે અહીં રુપિયાની ગૌરવશાળી યાત્રાને પણ દર્શાવાઈ છે. આ સફરથી પરિચિત કરાવનારી ડિજિટલ પ્રદર્શની પણ શરૂ થઈ અને આઝાદીના અમળત મહોત્‍સવ માટે સમર્પિત નવા સિક્કા પણ જારી થયા.
આઝાદીના લાંબા સંઘર્ષમાં જેણે પણ ભાગ લીધો, તેણે આ આંદોલનમાં નવા આયામને જોડયું. આઝાદીનો આ અમળત મહોત્‍સવ માત્ર ૭૫ વર્ષોનો ઉત્‍સવ નથી પરંતુ આઝાદીના નાયક, નાયિકાઓએ આઝાદ ભારત માટે જે સપના જોયા હતા, તે સપનાને પરિપૂર્ણ કરવા, તે સપનામાં નવુ સામર્થ્‍ય ભરવા અને નવા સંકલ્‍પોને લઈને આગળ વધવાની પળ છે. ભારતે પણ છેલ્લા આઠ વર્ષોમાં અલગ-અલગ આયામો પર કામ કર્યુ છે. આ દરમિયાન દેશમાં જે જનભાગીદારી વધી, તેમણે દેશના વિકાસને ગતિ આપી છે. દેશના ગરીબથી ગરીબ નાગરિકને સશક્‍ત કર્યા છે

 

(4:07 pm IST)