Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

આઇટી રિટર્ન ફાઇલ કરવા મહત્તમ ૩૧ ડીસેમ્બર સુધીની જ મુદત મળશે

બજેટના સુધારા જોતાં નાણાકીય વર્ષ પણ બદલાય તેવી શકયતા : રિટર્ન, એસેસમેન્ટ, નોટિસની કામગીરી ડીસેમ્બર સુધીમાં પૂર્ણ થશે

મુંબઇ, તા.૬: કેન્દ્ર સરકારે રજુ કરેલા બજેટમાં ઇન્કમટેકસમાં વ્યાપક સુધારા કર્યા છે. જોકે આ સુધારાને કારણે નાંણાકીય જ કરી શકશે. આ અંગે સીએ વિરેશ રદલાલે જણાવ્યુ હતુ વર્ષ માર્ચના બદલે ડિસેમ્બર કરવામાં આવે તેવી કે એસસમેન્ટ કરીને તેની નોટીસ ફટકારવાની મુદત શકયતાઓ ઉભી થઈ છે. કારણ કે આઈટી રીટર્ન, એસેસમેન્ટ, નોટીસ સહિતની કામગીરી ડિસેમ્બર સુધીમાં જ પુરી કરી દેવાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી આઇટી રીટર્ન મોડામાં મોડુ ૩૧ ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરવાનુ રહેશે. ત્યારબાદ આઇટી રીટર્ન ફાઇલ કરવા અધિકારીની મંજુરી લેવી પડશે.

પહેલા ઇન્કમટેકસના રીટર્ન ભરવાની મુદત ૩૧ માર્ચ હતી. જયારે કેન્દ્ર સરકારના બજેટમાં આ મુદતમાં ફેરફાર કરીને ૩૧ ડિસેમ્બર નક્કી કરી દેવામાં આવી છે. તેની  સાથે રીટર્નમાં સુધારા વધારા કરવાના હોય તો તેની મુદત પણ ૩૧ ડિસેમ્બર જ રાખવામાં આવી છે. જેથી રીટર્ન ભર્યા બાદ તેમાં કોઇ ભૂલ રહી ગઇ હોય અને કરદાતાએ તેમાં સુધારા કરવા હોય તો તે પણ ૩૧ ડિસેમ્બર સુધીમાં જ કરી શકશે. આ અંગે સીએ વિરેશ રદલાલે જણાવ્યું હતુ કે એસસમેન્ટ કરીને તેની નોટીસ ફટકારવાની મુદત પહેલા રીટર્ન ભર્યાના છ મહિના સુધીની હતી. હવે તેમાં પણ ઘટાડો કરીને ત્રણ જ મહિનાનો સમય કરી દેવામાં આવ્યો છે. આવા તમામ ફેરફારો કરવામાં આવ્યા હોવાથી ૩૧ ડીસેમ્બર જ છેલ્લી મુદત નક્કી કરી દેવામાં આવી છે. આ જ કારણોસર આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ એપ્રિલથી માર્ચના બદલે જાન્યુઆરીથી ડીસેમ્બર કરી નાંખે તેવી પણ શકયતા સેવાઇ રહી છે. કારણ કે આ માટેના ફેરફાર કરવાના સંકેત અગાઉ જ કેન્દ્ર સરકાર આપી ચૂકી છે. છે. જેની શરૂઆત ઇન્કમટેક્ષના કાયદામાં સુધારો કરીને કરવામાં આવે તેવુ પણ જાણકારો કહી રહયા છે.

(3:28 pm IST)