Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કંઇ પણ થાય, ૨૦૧૯માં કેન્દ્રમાં સરકાર નરેન્દ્રભાઇની જ બનશે

નીતિશ કુમારની ભવિષ્યવાણી

નવી દિલ્હી તા. ૬ : બિહાર મુખ્યમંત્રી અને જનતા દલ યુનાઈટેડના અધ્યક્ષ નીતીશ કુમારે ભવિષ્યવાણી છે કે આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં જીત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના નેતૃત્વ વાળા ગઠબંધનની જ થશે.

નીતીશ કુમાર સોમવારે પોતાના સંવાદ કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમને જયારે એનડીએ ગઠબંધનમાં તેલૂગુ દેશમ પાર્ટી અને ભાજપ વચ્ચે તણાવ અને રાજસ્થાનની પેટા ચૂંટણીમાં ભાજપની હાર વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મે ત્રણ વખત ભવિષ્યવાણી કરી હતી કે ભાજપની જીત થશે,પરિણામ જોઈ લો. આજે ફરિ એક વખત કહેવા માંગુ છું પેટા ચૂંટણીમાં પરિણામ ગમે તે હોય, પરંતુ લોકસભાની ચૂંટણીમા જીત નરેન્દ્રભાઇની જ થશે.

નીતીશ કુમારને જયારે બિહારમાં સહયોગી ખાસ કરીને ઉપેન્દ્ર કુશવાહા અને જીતન રામ માંઝીના હાલના નિવેદનો વિશે પુછવામાં આવતા તેમણે કહ્યું તે દરેક વાતની પ્રતિક્રિયા નથી આપતા. નીતીશ  કુમારની આ પ્રતિક્રિયાથી સાફ છે કે તેઓ હાલમાં કોઈ નિવેદન આપી બંને નેતાઓને મહત્વ નથી આપવા માંગતા. જેડીયૂનું માનવું છે કે તેમનો તાલમેલ સીધો ભાજપ સાથે છે એટલે જનતા દળે હાલ તેના પર નોંધ લેવાની જરૂર નથી.(૨૧.૧૨)

 

(10:45 am IST)