Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

મત ગણતરી બંધ કરો ટ્રમ્પનું અભૂતપૂર્વ ટ્વિટ

રાત્રે મોડે સુધી અમેરિકી પ્રમુખપદની મતગણત્રીમાં પરિસ્થિતિ "જૈસે થે.." સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે, હવે શું થશે ?

હાલતુર્ત તો બધું જ થંભી ગયું છે. બાયડન ૨૬૪ અને ટ્રમ્પ ૨૧૪ બેઠકો ઉપર જીતી ચૂક્યા છે.

હજુ મતગણતરી પૂરી થવાની બાકી છે તેવા રાજ્યોમાં નેવાડા, પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને અલાસ્કા છે. આ રાજ્યોનું મોડી રાત સુધીનું મત ગણત્રીનું સ્ટેટસ નીચે મુજબ છે. (૧) નેવાડા : 75% મત ગણત્રી પૂર્ણ, બાયડનને +૦.૬ લીડ (૨) પેન્સિલવેનિયા : 89% મત ગણત્રી પૂર્ણ, ટ્રમ્પને ૨.૬%ની લીડ (૩) જ્યોરજીયા ૯૮% મત ગણત્રી પૂર્ણ, ટ્રમ્પને ૦.૪%ની લીડ (૪) નોર્થ કેરોલીના : ૯૪% મત ગણત્રી પૂર્ણ, ટ્રમ્પને ૧.૫%ની લીડ (૫) અલાસ્કા : ૫૦% મત ગણત્રી પૂર્ણ, ટ્રમ્પને લીડ

(8:34 pm IST)