Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ લાખોની બેન્ક લૂંટ ચલાવી

શ્રીનગર : દક્ષિણ કાશ્મીરમાં શોપીયાના ટોક મહોલ્લા ખાતે આવેલ જમ્મુ કાશ્મીર બેન્કની નજીકથી આતંકવાદીઓએ બેન્કની કેશવાનમાંથી લાખોની લૂંટ ચલાવી છે : પોલીસના કહેવા પ્રમાણે ૬૦ થી ૮૦ લાખ રૂપિયાની રકમો અજાણ્યા બંદૂકધારી આતંકીઓ લૂંટી ગયા છે : કેશવાન ઉપર અચાનક હુમલો કરી બંદૂકની અણીએ આતંકવાદીઓએ તમામ રોકડ કાઢી લઈ નાસી છૂટ્યા હતા : સત્તાવાર સમર્થન અપાયુ નથી : દરમિયાન કાશ્મીરના બડગામ ખાતે લાપતા બનેલા પોલીસ કર્મચારીનો મૃતદેહ ઝાડ ઉપરથી લટકતો મળી આવ્યો છે : કોન્સ્ટેબલ મહોમ્મદ અશરફ બુધવારથી ગૂમ થયો હતો તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો : મૃતદેહના બંને હાથ બાંધેલા હતા : પોલીસ તપાસ થઈ રહી છે

(5:53 pm IST)