Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

અમેરિકામાં મતગણતરી વચ્ચે દેખાવોઃ ૬૦ ની ધરપકડ

સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા કડકઃ અનેક સ્થળોએ હિંસક તોફાનો : પોર્ટલેન્ડમાં હિંસક તોફાનોઃ આગજનીના બનાવો

વોશિંગ્ટન તા. પ : વિશ્વના સૌથી શકિત શાળી દેશ અમેરિકામાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીની મતની ગણતરી ચાલુ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડ્રેમોકેટિક પક્ષ તરફથી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જોબિડેન મેદાનમાં છે. બિડને બહુમતની નજીક પહોંચી ચુકયા છે. પ૩૮ ઇલેકટોરલ વોટમાંં બહુમતીથી માત્ર ર૭૦ વોટની જરૂરીયાત છે. હાલમાં બિડેનના ભાગે ર૬૪ ઇલેકટોરલ વોટ જયારે ટ્રમ્પની પાસે ફકત ર૧૪ વોટસ છે. બિડેન બહુમતના આંકડા (ર૭૦) થી  ફકત ૬ વોટ દુર છે જો કે હાલમાં કોઇ પ્રમુખ રાજયોમાં પરિણામો આવવાના બાકી છે બીજીબાજુ ટ્રમ્પે મતની ગણતરી પર સવાલ ઉઠાવ્યા છે તેના માટે ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે ટ્રમ્પે કવિટ કરીને કહ્યું કાલે જયા એમ જીતી રહ્યા હતા ત્યાં અચાનક પાછળ કેમ થઇ ગયા ગઇકાલે મજબુતીની સાથે લીડ કરી રહ્યું હતું અનેક રાજયોમાં ડેમોક્રેટે મતગણરી પર કંટ્રોલ કર્યો છે બીજીબાજુ બિડેને કહ્યું છે કે અમને પૂર્ણ વિશ્વાસ છે કે જીત અમારી જ થશે મત ગણતરી વચ્ચે અમેરિકામાં અનેક જગ્યાઓ દખાવો થઇ રહ્યા છ પોલીસે ૬૦ દેખાવકારોની ધરપડક કરી છે.

અમેરિકાના પોર્ટલેન્ડમાં હિંસક તોફાનો ફાટી નીકળતા આગજનીના બનાવો બન્યા છે અને જેના કારણે સંવેદનશીલ વિસ્તારોમાંં સુરક્ષા દળો ગોઠવ્યા છે.

(3:30 pm IST)