Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

ગરીબ બાળકો માટે બનાવ્યું એક સ્કૂલ બેગ : જે બની જાય છે 'ટેબલ'

આ બેગ ૩ કિલોનો ભાર ઉઠાવવા માટે સક્ષમ છે

નાગપુર,તા.૫: આજે પણ દેશના ગ્રામીણ વિસ્તારમાં અનેક સ્કૂલ એવી છે. જેમાં સંશાધનોની ઉણપ છે. અહીં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને ડેસ્ક-ખુરશીની જગ્યાએ જમીન પર દરી બીછાવીને બેસવા માટે મજબૂર છે. જેના કારણે તેમને શરીર સંબંધિત મુશ્કેલીઓ પણ આવવા લાગે છે. જોકે, નાગપુરના ૨૪ વર્ષના હિમાંશુ મુનેશ્વર દેવરે આ મુશ્કેલીને સમજી હતી અને સ્થાનીક કારીગરો સાથે મળીને એક એવી સ્કૂલબેગ તૈયાર કરી હતી, જે એક ડેસ્કમાં બદલી જાય છે.

હિમાંશુએ કહ્યું કે, 'હું હંમેશા તેવા બાળકો માટે કામ કરવા ઈચ્છતો હતો જે સ્કૂલોમાં ડેસ્કની ઉણપના કારણે સરખી રીતે બેસવાની મુશ્કેલી પડતી હતી. મેં પોતાના હોમટાઉનમાં જોયું છે કે બાળકો પુસ્તકો સામે કેવી રીતે કલાકો સુધી ગરદન અને પીઠ વાળીને બેસે છે. આ ખરેખર ખૂબ જ તકલીફદાયક લાગે છે.'

જે સ્કૂલ બેગ હિમાંશુએ બનાવ્યું છે તે ૩ કિલોગ્રામ સુધી ભાર ઉઠાવવા માટે સક્ષમ છે. જેને બાળકોના ખભ્ભા અને પીઠની હેલ્થને ધ્યાનમાં રાખતા ડિઝાઈન કરવામાં આવ્યું છે. બાળકો આ બેગ કયાંય પણ લઈ જઈ શકે છે. જેમાં બે પટ્ટી લગાવવામાં આવી છે. આ સાથે જ બેગની બે મેટલના સ્ટેન્ડ સાથે જોડવામાં આવી છે, જે ડેસ્ક બનવા પર બેગનું સ્ટેન્ડ બની જાય છે.

તો, હિમાંશુ એક એનજીઓ સાથે મળીને આ બેગની ડિઝાઈનને વધુ ઉત્ત્।મ બનાવવા પર કામ કરી રહ્યાં છે. આ સાથે જ તેને આશા છે કે આવી બેગ વધારામાં વધારે બાળક સુધી પહોંચે અને હિમાંશુ એ આ પ્રોજેકટને કારણે એક કોર્પોરેટ ફાર્મમાં કામ કરવાની તક પણ છોડી હતી.

(9:47 am IST)