Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

કાશ્મીર મરનાર દર બીજો આતંકવાદી કમાન્ડર

નવા ભરતી થનાર દરેકને સીધા કમાન્ડર બનાવી દેવાય છે

જમ્મુ, તા. પ :  કાશ્મીરમાં મરતો દર બીજો આતંકવાદી કમાન્ડર રેન્કનો હોય છે. આ વર્ષે માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી અડધાથી વધારે આતંકવાદીઓ કમાન્ડર રેન્કના હતા અને ગયા વ ર્ષે માર્યા ગયેલ આતંકવાદીઓમાંથી બે તૃત્યાંશ સ્થાનિક હોવાની સાથે જ કમાન્ડર પણ બનાવી દેવાયેલા હતા.

સુરક્ષા અધિકારીઓ અનુસાર, કાશ્મીરમાં હવે આતંકવાદી ભર્થી રોકાઇ ગઇ છે. થોડા ઘણા  જે યુવકો આતંકવાદ તરફ આકર્ષિત થઇ રહ્યા છે તેમને ભ્રમિત કરાઇ રહ્યા છે. તેમને સ્વપ્નાઓ દેખાડવામાં આવે છે. ખાસ કરીને હોલીવુડ અને બોલીવુડની ફિલ્મોની જેમ કમાન્ડર બનાવવાના અને તેમના હાથ નીચે ઘણા બધા લોકો કામ કરશે તેવું સ્વપ્ન.

પણ હકિકતમાં આવું કંઇ છે નહી આતંકવાદી ગ્રુપમાં ભરતી થયા પછી સચ્ચાઇ સામે આવે છે ત્યારે ભર્તી થનાર યુવાનો માથુ ફૂટતા રહી જાય છે. કેટલાક પકડાયેલ યુવાઓએ આની પુષ્ટિ કરી છે જેઓ આ સ્વપ્તાઓના કારણે આતંકવાદી તો બન્યા હતા પણ માંના પોકાર પર પાછા પણ ફરી આવ્યા હતા.

ર૦૧૮માં ર૪૬ આતંકવાદીઓ મરાયા હતા તેમાં ૧૬૦ સ્થાનિક હતા અને બધાને કમાન્ડર બનાવી દેવાયા હતા આ વર્ષે પણ ૧૯૦ આતંકવાદીઓ મરાયા હતા અને ૧૩પ આતંકવાદના માર્ગે ચાલ્યા ગયા હતા તેમને પણ કમાન્ડર બનવાી દેવાયા હતા.

(3:44 pm IST)