Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

૪.૨૬ અબજ લોકોને વેકિસન આપવામાં આવી

વિશ્વમાં કોરોનાનાં કેસ ૨૦ કરોડને પારઃ મૃત્યુઆંક વધીને ૪૨.૫ લાખ

લંડન, તા.૫: વિશ્વમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આજે કોરોનાનાં વૈશ્વિક કેસો વધીને ૨૦ કરોડથી વધુ થઈ ગયા છે અને આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને ૪૨.૫ લાખ થયો છે. વળી, અત્યાર સુધીમાં ૪.૨૬ અબજ લોકોને વેકિસન આપવામાં આવી છે.

ગુરુવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (ઘ્લ્લ્ચ્) એ જાહેર કર્યું કે વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે ૨૦,૦૧,૫૨,૦૫૭, ૪૨,૫૫,૪૪૩ અને ૪,૨૬,૫૫,૭૪,૬૮૨ પર આવી ગઇ છે. સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, અમેરિકા વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે અને અહી સૌથી વધુ કેસ અને મૃત્યુ અનુક્રમે ૩,૫૩,૩૧,૬૯૯ અને ૬,૧૪,૮૦૩ છે. ૩૧,૭૬૯,૧૩૨ કેસ સાથે સંક્રમણની બાબતમાં ભારત બીજા ક્રમાંકે છે. ૩૦ લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (૨,૦૦,૨૬,૫૩૩), રશિયા (૬૨,૭૪,૦૦૬), ફ્રાન્સ (૬૨,૭૦,૯૬૧), યુકે (૫૯,૮૦,૮૮૭), તુર્કી (૫૮,૨૨,૪૮૭), આજર્િેન્ટના (૪૯,૭૫,૬૧૬), કોલંબિયા (૪૮,૧૫,૦૬૩), સ્પેન (૪,૫૫૫), ઇટાલી (૪૩,૬૯,૯૬૪), ઇરાન (૪૦,૧૯,૦૮૪), જર્મની (૩૭,૮૬,૦૦૩) અને ઇન્ડોનેશિયા (૩૫,૩૨,૫૬૭) છે. મૃત્યુની દ્રષ્ટિએ, બ્રાઝિલ ૫૫૯,૬૦૭ મૃત્યુ સાથે બીજા ક્રમે છે. ભારત (૪૨૫,૭૫૭), મેકિસકો (૨૪૧,૯૩૬), પેરુ (૧૯૬,૬૭૩), રશિયા (૧૫૯,૦૩૨), યુકે (૧૩૦,૩૦૦), ઇટાલી (૧૨૮,૧૩૬), કોલંબિયા (૧૨૧,૬૯૫), ફ્રાન્સ (૧૧૨,૨૧૫), આજર્િેન્ટના (૧૦૬,૭૪૭) અને ઇન્ડોનેશિયા (૧૦૦,૬૩૬) વધુ ૧૦૦,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

(3:26 pm IST)