Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

કુસ્તીમાં મોટો ઝાટકોઃ વર્લ્ડ નં.૧ વિનેશ ફોગાટનો કવાર્ટર ફાઈનલમાં પરાજયઃ ગોલ્ડનું સપનું રોળાયું

બેલારૂસની વેનેસા કલાઝિન્સ કાયાએ ૯-૩ થી હરાવીઃ જો કે બ્રોન્ઝની આશા જીવંત

નવીદિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં આજે મહિલા કુસ્તીમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની દિગ્ગજ કુસ્તીબાજ અને વિશ્વ નંબર -૧ વિનેશ ફોગાટને ૫૩ કિલોગ્રામ વજન વર્ગની કવાર્ટર ફાઇનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેને બેલારૂસની વેનેસા કલાઝિન્સકાયાએ ૯-૩થી હરાવી હતી.

જો કે, તે હજુ પણ બ્રોન્ઝ મેડલ જીતે તેવી આશા છે. આ માટે વેનેસાએ ફાઇનલમાં પહોંચવું પડશે. તે પછી રીપેચેજ રાઉન્ડ દ્વારા વેનેસાને તક મળશે. વેનેશાએ અગાઉ સ્વીડનની કુસ્તીબાજસોફિયા મેટસનને ૭-૧થી હરાવી હતી.

જ્યારે, રેસલર અંશુ મલિક બ્રોન્ઝ મેડલ મેચમાં હારી ગઇ હતી. તેને રેપેચેજ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રેપેચેજ મેચમાં, તેને રશિયન ઓલિમ્પિક સમિતિની વેલેરિયા કોબલોવાએ ૫-૧થી હરાવી હતી.

(11:45 am IST)