Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ચીની અંતરીક્ષ યાત્રીઓએ ૭ કલાકનું સ્પેસ વોક કર્યું

બીજીંગ તા. પઃ ચીનના નવા સ્પેસ સ્ટેશન તિઆનગોંગ-૧ ની બહાર બે અંતરીક્ષ યાત્રીઓએ પહેલું સ્પેસ વોક કર્યું હતું. લીયુ બોમીંગ અને તાંગ હોંગબોએ પ૦ ફુટ લાંબા રોબોટીક ભાગનો ઉપયોગ કરી સ્ટેશનની બહાર કેમેરા અને અન્ય ડીવાઇઝ સ્થાપીત કર્યા હતા. ચીની અંતરીક્ષ એજન્સીના જણાવ્યા મુજબ લીયુ અને તાંગે સ્પેસ સ્ટેશનની બહાર લગભગ ૭ કલાક જેટલો સમય વિતાવેલ.

આ અંતરીક્ષ યાત્રીઓ ૩ મહિનાના મીશન માટે ચીનના ત્રીજા કક્ષાના કેન્દ્ર ઉપર ૧૭ જુને પહોંચ્યા હતા. તેઓ મહત્વકાંક્ષી સ્પેસ પ્રોગ્રામનો ભાગ છે જે હેઠળ મે માં મંગળ ઉપર રોબોટ રોવર મોકલવામાં આવેલ. ગઇકાલે લીયુએ રીમોટ દ્વારા નિયંત્રિત ભાગના છેડે ઉભા રહી ગયેલ અને ડીવાઇઝ લગાવવા માટે ઇલેકટ્રીક ડ્રીલ અને અન્ય આયનોનો ઉપયોગ કરેલ. ચીની અંતરીક્ષ એજન્સી આવતા વર્ષના અંત સુધીમાં ૧૧ પ્રક્ષેપણોની યોજના બનાવી રહી છે. ચીની અંતરીક્ષ યાત્રીઓ લીયુ, નિયે અને તાંગ ત્રણેય સેનાના પાયલોટ છે.

(3:34 pm IST)