Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

ત્રિપલ અકસ્માતમાં કાર સળગતા બાળક સહીત એકજ પરિવારના ત્રણ સભ્યો સળગી મર્યા

મુંબઇ-પુણે એકસપ્રેસ વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૩ સભ્યોના મોત થયા હતા. મુંબઇ-પુણે એકસપ્રેસ વે પર એક બેકાબુ કન્ટેનર ટ્રકે તેની આગળ જતી કારને ટકકર મારી હતી જેને કારણે કાર બેકાબૂ થઇ હતી અને આગળ ચાલી રહેલી બીજી ટ્રક સાથે જોરદાર રીતે અથડાઇ હતી. કન્ટેન્ટર કારને કચડીને આગળ નીકળી ગયું અને થોડીવારમાં પલટી ખાઇ ગયું. ટકકર એટલી જોરદાર હતી કે કારમાં આગ લાગી હતી અને આખી સળગી ગઇ હતી જેમાં કારમાં સવાર જેકની, તેની પત્ની લુઇસા અને ૪ વર્ષના પુત્ર સળગી મર્યા હતા. કન્ટેનરના ચાલકને પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ આખી ઘટના આગળ ચાલી રહેલા એક ટ્રકના પાછળના કેમેરામાં ઝડપાઇ હતી અકસ્માતનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો જોઇ પણ ન શકાય તેટલો હૃદયદ્રાવક હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ટ્રક ચાલકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

(3:30 pm IST)