Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

પીએમ મોદીનું બપોરે કોવિન ગ્લોબલ કોન્કલેવને સંબોધન: કોરોના પર પોતાના વિચારો રજૂ કરશે

કોન્કલેવમાં કોવિનનું ઉત્પાદન અને વિકાસ 20 થી વધુ દેશો સાથે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા શેર કરશે

નવી દિલ્હી : વડા પ્રધાન મોદી કોવિન ગ્લોબલ કોન્કલેવ પર તેમના વિચારો રજૂ કરશે, કોરોના વિરુદ્ધ લડાઇ માટે ભારત વૈશ્વિક સ્તરે કોવિનને ડિજિટલ પબ્લિક ગુડ તરીકે રજૂ કરશે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

  કોવિન એપનો આ પ્રોગ્રામ વીડિયો કોન્ફરન્સિંગ (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા કરવામાં આવશે. આ કોન્કલેવમાં, કોવિનનું ઉત્પાદન અને વિકાસ 20 થી વધુ દેશો સાથે શેર કરવામાં આવશે. મીડિયા સાથે વાતચીત કર્યા બાદ નેશનલ હેલ્થ ઓથોરિટીએ માહિતી આપી હતી કે, વડાપ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને આ પહેલ દ્વારા પોતાના મંતવ્યો શેર કરશે. આ કોન્કલેવમાં પેરુ, મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, વિયેતનામ, ઇરાક, યુગાન્ડા, નાઇજિરીયા, પનામા, યુક્રેન, નાઇજીરીયા અને સંયુક્ત અરબ અમીરાત જેવા કોવિન રસીકરણ કાર્યક્રમો ચલાવવા માટે કોવિન ટેકનોલોજી વિશે શીખવામાં રસ બતાવ્યો છે.

 અત્રે કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી જ દેશમાં શરૂ થયું હતું. જે પછી, તેણે ઘણા નીતિગત ફેરફારો અને વિકાસ વચ્ચે ઝડપથી વિસ્તાર કર્યો છે. તેના ત્રીજા વર્જન શરૂ થયા પછી, કોવિને મે મહિનાનાં પ્રારંભમાં 20 કરોડથી વધુ નોંધણી કરી છે.

(12:39 pm IST)