Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દિલ્હીમાં ૧ ઓક્ટોબરથી દરેકને મફત વીજળી નહીં મળે : જે માંગશે તેને જ મળશે: અરવિંદ કેજરીવાલ

૧ ઓક્ટોબરથી દિલ્હીમાં ઇલેક્ટ્રિસિટી સબસિડી માત્ર તેની માંગ કર નારાઓને જ મળશે.  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે અમે લોકોને વિકલ્પ આપીશું કે તમને વીજળી સબસિડીની જરૂર છે કે નહીં.  જેઓ ઇચ્છતા નથી તેમને વીજળી સબસિડી નહીં મળે.  એટલે કે દરેક વ્યક્તિને મફત વીજળી મળશે નહીં.

કેજરીવાલે કહ્યું કે તેઓને ઘણા લોકો મળે છે, જે કહે છે કે અમને વીજળી સબસિડી નથી જોઈતી.  તમે આ પૈસા શાળા ખોલવા, હોસ્પિટલ બનાવવા માટે વાપરો.  આ પછી દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.  હવે અમે લોકોને પૂછીશું કે શું તેઓને વીજળી સબસિડી જોઈએ છે?  જો તેઓ કહે કે અમને જોઈએ છે, તો અમે આપીશું અને જો તેઓ કહે  કે અમને મફત વીજળી નથી જોઈતિ, તો અમે આપીશું નહીં

(1:24 am IST)