News of Monday, 5th March 2018

મેઘાલયઃ ભાજપે ૩ કલાકમાં બાજી પલ્ટાવી કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી

સીલોંગ : મેઘાલયમાં રવિવારે માત્ર ૩ કલાકમાં બાજી પલ્ટાવતા ભાજપે કોંગ્રેસના હાથમાંથી સત્તા છીનવી લીધી હતીઃ કોંગ્રેસ ર૧ બેઠકો જીતી સૌથી મોટો પક્ષ હોવા છતાં સત્તાથી બહાર થઇ ગઇઃ એનપીપીના અધ્યક્ષ કોનરાડ સંગમા ભાજપ અને અન્ય પક્ષોના સમર્થનથી કાલે પીએમના શપથ લેશેઃ ભાજપે ગઇકાલે બેઠકોના દોર ચલાવી ૩ કલાકમાં જ તમામ પ્રાદેશિક પક્ષોને સંગમાના નામ પર રાજી કરી દીધા હતાઃ કુલ મળીને ૩ કલાકમાં ૩૪ ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત કરાવી બે ધારાસભ્યોવાળા ભાજપે બાજી પલ્ટાવી હતીઃ ગઇકાલે રાત્રે સંગમાએ રાજયપાલ સમક્ષ ૩૪ ધારાસભ્યોની પરેડ પણ કરાવી હતીઃ કોંગ્રેસના હાથમાંથી બાજી નીકળી જતા અહેમદ પટેલ, કમલ નાથ, મુકુલ વાસનીક વગેરે સીલોંગથી બહાર ચાલ્યા ગયા હતાઃ ભાજપ તરફથી કિરણ રિજ્જુ અને આસામના ભાજપના નેતા હિંમત બિશ્વ શર્માએ રણનીતિ ઘડી હતી.

 

(11:41 am IST)
  • આણંદના ગામડી ગામમાં ઢોરો ચરાવવા બાબતે ભરવાડ પરિવારો વચ્ચે મારામારીઃ લાકડીઓ વડે તૂટી પડયાઃ એકનું માથું ફૂટયું : ચૂનાના પાઉચ મામલે ધીંગાણું: ઉમરેઠના જુના અરડી ગામે એકને છાતીમાં છરી ઝીકતા ગંભીર : મસાલો લીધા પછી ચૂનાનું મફત પાઉચ માગતા ૩ શખ્સો તૂટી પડ્યા access_time 4:31 pm IST

  • દેશભરમાં ૪૦૦૦ કેન્દ્રો ઉપર ૨૮ લાખ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે : આજે ૧૨માં ધોરણ માટે અંગ્રેજીનું પ્રશ્નપત્ર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા લેવાઈ રહેલ પરીક્ષામાં ધો.૧૦ માટે ૧૬.૩૮ લાખ અને ધો.૧૨ માટે ૧૧.૮૬ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડની આ પરીક્ષામાં ટ્રાન્સ જેન્ડર વિદ્યાર્થીઓ પણ સામેલ છે. સરકારે સતત મૂલ્યાંકન - સીસીઈને આ વખતે હટાવી લેવા નિર્ણય લીધો છે. access_time 12:59 pm IST

  • મહેસાણામાં બે જુથ વચ્ચે અથડામણઃ વાહનોમાં તોડફોડ : મહેસાણાના લાડોલ ગામે જુથ અથડામણમાં પોલીસે ટીયરગેસના સેલ છોડયાઃ ટોળાએ વાહનોમાં તોફફોડ કરીઃ ભારે ધમાલ access_time 4:31 pm IST