Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ભારતના મોગલ સામ્રાજય વખતના પ્રાચીન તથા કિંમતી ઘરેણાંની ચોરી : રોમના વેનેશીઅન પેલેસના મ્‍યુઝીયમમાંથી સોના, પ્‍લેટીનમ તથા કિંમતી હીરા મઢેલા અમૂલ્‍ય દાગીનાઓ ચોરી જવામાં ઉઠાવગીરો સફળ : પોલીસ તંત્રની દોડધામ શરૂ

રોમ : રોમમાં વેનેશીઅન પેલેસમાં ભરાયેલા પ્રદર્શનના આખરી દિવસ બુધવારે ભારતીય જવેલરીના કિંમત ઘરેણાંઓ ચોરાયા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

મોગલ સામ્રાજયના વખતના સોના, પ્‍લેટીનમ તથા કિંમતી હીરા મઢેલા અમૂલ્‍ય અને પ્રાચીન ગણાતાં ભારતીય ઘરેણાં ચોરાયાની જાણ થતા જ પોલીસ ડીપાર્ટમેન્‍ટએ સમગ્રવિસ્‍તારને કોર્ડન કરી લીધો હતો. પરંતુ ઉઠાવગીરો મ્‍યુઝીયમમાંથી નાસી જવામા સફળ નિવડયા હતા. પોલીસના જણાવ્‍યા મુજબ તેમણે એલાર્મ સિસ્‍ટમ નબળી બનાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે રોમનું આ અલ થાની કલેકશન ૨૭૦ ઉપરાંત પ્રાચીન ભારતીય જવેલરી ધરાવતું કલેકશન છે.

(9:49 pm IST)