Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

US ચૂંટણી :મત ગણતરીમાં ગડબડની આશંકા : ટ્રમ્પએ ગઈકાલે જ્યાં જીતી રહ્યા હતાં ત્યાં અચાનક પાછળ કેમ ?

અચાનક ખરાબ મતપત્રોની ગણતરી કેવી રીતે કરવામાં આવી?: ટ્રમ્પએ કર્યું ટવીટ: સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં ટ્રમ્પ

વોશિંગટન :અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2020ની મત ગણતરી પુરજોશમાં છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન વચ્ચે જોરદાર ટક્કર જામી છે હજુ  સુધીની મત ગણતરીમાં કોઈ પણ ઉમેદવારને 270નો જાદુઈ આંકડો નથી મળ્યો. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી મત ગણતરીમાં મોટી ગરબડ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

ટ્રમ્પે ટ્વીટ કરી જણાવ્યું હતું કે ગત રાત્રે લગભગ તમામ ડેમોક્રેટિક પાર્ટી નિયંત્રિત રાજ્યો કરતા આગળ હતા. પછી એક-એક કરી તેઓ જાદુઈ રીતે ગાયબ થવા લાગ્યા. તેમણે પૂછ્યું કે અચાનક ખરાબ મતપત્રોની ગણતરી કેવી રીતે કરવામાં આવી? તેમણે તેને સંપૂર્ણ ખોટું ગણાવ્યું. ટ્રમ્પે જણાવ્યું કે ગત રોજ જ્યાંથી તેઓ જીતી રહ્યા હતા ત્યાં અચાનકથી પાછળ કેવી રીતે થઇ ગયા?

 

રમ્પે ચૂંટણીને અમેરિકાના લોકો સાથે છેતરપિંડી ગણાવી અને જણાવ્યું કે સ્પષ્ટ શબ્દોમાં કહું તો અમે આ ચૂંટણી જીતી લીધી. તેમણે વધુમાં જણાવ્યું કે મતોની ગણતરી રોકવા માટે તેમની યોજના સુપ્રીમ કોર્ટમાં જવાની છે. રાષ્ટ્રપતિએ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિનો હવાલો આપ્યા વિના જણાવ્યું કે અચાનક બધું રોકાઇ ગયું. આ અમેરિકાના લોકો સાથે છેતરપિંડી છે. આ દેશ માટે શરમની વાત છે. અમે આ ચૂંટણી જીતી રહ્યા હતા.

ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં પોતાના ભાષણમાં જણાવ્યું કે કરોડો લોકોએ અમને મત આપ્યા છે. ખૂબ જ નિરાશ લોકોનું એક સમૂહ બીજા સમૂહના લોકોને નિરાશ કરવાનું પ્રયાસ કરી રહ્યું છે. અમે એક મોટી ઉજવણીની તૈયારીમાં હતા. અમે જીતી રહ્યા હતા. પરંતુ અચાનક બધુ બદલાઇ ગયું. તેમણે જણાવ્યું કે તે સુપ્રીમ કોર્ટ જશે. તેમણે જણાવ્યું કે અમારું લક્ષ્ય હવે આ દેશના સારા માટે અખંડિતતા સુનિશ્ચિત કરવાનું છે. આ એક મોટી ક્ષણ છે. આ આપણા દેશ સાથે મોટી છેતરપિંડી છે. અમે ઇચ્છીએ છીએ કે કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. તેથી અમે અમેરિકન સુપ્રીમ કોર્ટમાં જઈ રહ્યા છીએ.

તેના પર પ્રતિક્રિયા આપતા બાઇડનના કેમ્પેન મેનેજરે ટ્રમ્પના નિવેદનને અપમાનજનક, અભૂતપૂર્વ અને ખોટું ગણાવ્યું. જ્યારે મુખ્ય પ્રવાહની અમેરિકન મીડિયાએ રાષ્ટ્રપતિની ટીકા કરી છે. રાષ્ટ્રપતિના આ પગલાની ટીકા કરતા ન્યુયોર્ક ટાઇમ્સે જણાવ્યું કે કોઈ પણ ચૂંટાયેલા નેતાને એ અધિકાર નથી કે મતોની ગણતરી રોકવાનો આદેશ આપે. તેમણે એમ પણ જણાવ્યું કે અમારી કાયદાકિય ટીમ પણ તેમને પડકાર આપવા માટે સંપૂર્ણ તૈયાર છે.

(1:04 am IST)