Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

હરિયાણાના સોનિપતમાં નકલી દારૂ પીવાથી બે દિવસમાં 20 લોકોના મોત

મૃતક તમામ લોકો ફક્ત ત્રણ કોલોનીના રહેવાસી

હરિયાણાના સોનિપતમાં નકલી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. આ તમામ લોકો ફક્ત ત્રણ કોલોનીના રહેવાસી છે. આ સમગ્ર મામલે ડીએસપી વીરેન્દ્ર રાવે કહ્યુ હતું કે, અમારી પાસે દારૂ પીવાના કારણે 20 લોકોના મોતની ખબર આવી છે. અમારી ટીમ સતત તપાસ કરી રહી છે. દોષિતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોહાના રોડ પર ત્રણ કોલોનીઓમાં બે દિવસમાં 20 લોકોના મોત થયા છે. જેમાંથી મોટા ભાગના લોકો નકલી દારૂ પીવાના કારણે મોત થયા છે. મૃતકો કોલોનીમાં નકલી દારૂનું સેવન કરી રહ્યા હતા.

શહેરના મહલાના રોડ પર આવેલા શ્મશાનમાં રોજના 3-4 શબ આવે છે. ત્રણ દિવસથી અચાનક શબ આવવાની સંખ્યા વધી રહી છે. પૂછપરછ કરતા માલૂમ થયુ હતું કે, મોટા ભાગના મૃતકો સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની ઈંડિયન, મયૂર વિહાર અને શાસ્ત્રી કોલોનીના રહેવાસી છે. તેમના પરિવારવાળાએ જણાવ્યુ હતું કે, આ તમામ લોકો નકલી દારૂનું સેવન કરી રહ્યા હતા. રવિવારે અને સોમવારના રોજ તેમને દારૂનું સેવન કર્યુ હતું. જો કે, દારૂનું સેવન કર્યા બાદ થોડી વારમાં જ તેમના મોત થઈ ગયા હતા.

બીજી બાજૂ આ મૃતકોના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવતા મોટા ભાગના કેસમાં પોસ્ટમોર્ટમ થઈ શક્યા નથી. જેથી તપાસમાં પણ ખુલ્લી સામે આવતુ નથી કે, હકીકત શું છે. જો કે, આઠ મૃતકોના પરિવારવાળાએ જણાવ્યુ હતું કે, દારૂ પીધા બાદ અચાનક તેમની તબિયત ખરાબ થઈ હતી અને તેમના મોત થયા હતા

(12:18 am IST)