Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

મધ્યપ્રદેશમાં 200 ફૂટ ઉંડા બોરવેલમાં 4 વર્ષનું બાળક પડ્યું : આઠ કલાકથી બચાવ કાર્ય ચાલુ

નિવાડી જિલ્લાના સેતપુરા ગામમાં એક ખેતરમાં ખોદવામાં આવેલા બોરવેલના ખાડામાં ચાર વર્ષનું બાળક પડી ગયું: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ બાળકને સુરક્ષિત નિકાળવા માટે પ્રાર્થના કરી

મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લામાં આવેલા એક ખેતરમાં ખોદવામાં આવેલા બોરવેલના ખાડામાં ચાર વર્ષનું બાળક પડી ગયું છે. આ બાળકને બચાવવા માટે આઠ કલાકથી જહેમત ઉઠાવવામા આવી રહી છે. આ કામમાં સેનાની પણ મદદ લેવાઈ રહી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ બાળકને સુરક્ષિત નિકાળવા માટે પ્રાર્થના કરી છે.

રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, નિવાડી જિલ્લાના સેતપુરા ગામમાં હરિકીશને પોતાના ખેરમાં બોરવેલ ખોદાવ્યો હતો. જેને ખુલ્લો હોવાથી પતરાથી ઢાંકી રાખ્યો હતો. આ બાળકે પતરાને હટાવી અંદર જોયું કે, નીચે ખાબકી પડ્યું. કહેવાય છે કે, આ બોરવેલ લગભગ બસો ફૂટની આસપાસ ઉંડો છે. જેમાં આ બાળક ફસાયેલુ છે. હાલ આ જગ્યાએ પોલીસ પણ પહોંચી છે અને બચાવ કાર્ય ચાલુ છે.

હાલમાં તો આ બોરવેલમાં બાળક પડ્યુ છે, ત્યાં તેની બાજૂમાં જ એટલો જ ઉંડો એક ખાડો ખોદવામાં આવી રહ્યો છે. એવી શંકા છે કે, આ બાળક લગભગ 60 ફૂટની આસપાસ અટકાયેલું છે. કેમેરાની મદદથી બાળકની દરેક પ્રવૃતિ પર નજર રખાઈ રહી છે. તો વળી બાળક સુધી ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે.

(10:31 pm IST)