Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ઉતરપ્રદેશના લેસ્બિયન કપલને પોલીસ સુરક્ષા આપવાનો ઇલાહાબાદ હાઇકોર્ટે આપ્યો આદેશ

નવી દિલ્હી : ઇલાહાબાદ હાઇકોર્ટએ પોલીસને ઉતરપ્રદેશના એક લેસ્બિયન કપલને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. છોકરીઓને અરજીમાં કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી લિવ ઇન રિલેશનશીપમાં છે પણ પરિવાર અને સમાજનો વિરોધ સહન કરી રહી છે. હાઇકોર્ટએ કહ્યું એક કોર્ટ બંધારણીય નૈતિકતાની સાથે સાથે નાગરિકતા અધિકારોની રક્ષા માટે કર્તવ્યબધ્ધ હોય છે.

 

(10:01 pm IST)