Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

રાફેલ વિમાન ફ્રાંસથી સીધા જામનગર એરબેસ પર પહોચ્યા

ત્રણ રાફેલ વિમાનનું રાત્રે 8.14 વાગ્યે જામનગરમાં આગમન :29 જુલાઇએ અંબાલા પહોચ્યો હતો રાફેલનો પ્રથમ જથ્થો

નવી દિલ્હી : ભારતને રાફેલનો બીજો જથ્થો મળ્યો છે રાફેલ વિમાન ફ્રાંસથી સીધા જામનગર એરબેસ પર પહોચ્યા હતા. જામનગરમાં ત્રણ રાફેલ વિમાન રાત્રે 8.14 વાગ્યે ફ્રાંસથી સીધા નોનસ્ટોપ આવી પહોચ્યા હતા. એરફોર્સના અધિકારીઓએ આ પહેલા જ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. આ અગાઉ રાફેલનો પ્રથમ જથ્થો હરિયાણાના અંબાલા પહોચ્યો હતો ત્યારથી જ અધિકારીઓ રાફેલના બીજા જથ્થાના સ્વાગત માટે પુરી રીતે તૈયાર હતા.

ત્રણેય રાફેલ વિમાને રસ્તામાં ક્યાય પણ ઇંધણ ભરાવ્યુ નહતું. મુસાફરી દરમિયાન તેમણે ફ્રાંસ અને ભારતના ટેન્કે ઇંધણ આપ્યુ હતું. અધિકારીઓ અનુસાર જામનગરમાં એક દિવસના બ્રેક પછી ત્રણેય રાફેલ વિમાન અંબાલા એરબેસ પર પહોચી શકે છે.

ભારત અને ફ્રાંસ વચ્ચે 36 રાફેલ વિમાનની ડીલ થઇ છે. 36માંથી 5 રાફેલનો પ્રથમ જથ્થો અબુ ધાબી પાસે અલ ઢફરા એરબેસમાં એક સ્ટોપ પર રોકાયા બાદ 29 જુલાઇએ અંબાલા એરબેસ પર પહોચ્યો હતો. જોકે બાદમાં 10 સપ્ટેમ્બરે ઔપચારિક સમારંભ કરવામાં આવ્યો હતો. ફ્રાંસમાં ભારતને દર બે મહિનામાં ત્રણથી ચાર રાફેલ આપવાનો દાવો કર્યો છે, આ રીતે તમામ 36 રાફેલ ભારતીય વાયુસેનાના યુદ્ધ બેડાની તાકાત વધારશે.

ટૂ-સ્ટાર અધિકારીઓના નેતૃત્વમાં ભારતીય વાયુસેનાની એક ટીમ ગત મહિને ફ્રાંસમાં હતી, જેને રાફેલ યુદ્ધ વિમાનોનો બીજો જથ્થો ભારત પહોચાડ્યા પહેલા રાફેલ પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ કહ્યુ કે ચીન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ટકરાવ વચ્ચે વધુ રાફેલ ભારત આવતા ભારતીય વાયુસેનાની તાકાત વધી ગઇ છે.

જૂન 1997માં 30 રૂસી સુખોઇ ભારતીય સેનામાં સામેલ થતા આશરે 23 વર્ષ પછી એક વખત ફરી રાફેલ જેવા યુદ્ધ વિમાન ભારતને મળવાની તેની સૈન્ય તાકાત વધી ગઇ છે. ભારત-ચીન વચ્ચે બોર્ડર ટેન્શન વચ્ચે ભારતીય વાયુસેનાએ યુદ્ધ વિમાન લદ્દાખ સરહદ પર તૈનાત કર્યા છે. અહી ભારતની સેના હાઇ એલર્ટ પર છે. સ્થિતિને સામાન્ય કરવા માટે બન્ને દેશો વચ્ચે કેટલીક વાર્તા ફેલ થઇ ચુકી છે.

(10:58 pm IST)