Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ઓરિસ્સામાં પિનાકા એમકે-I રોકેટનું કર્યુ સફળ પરિક્ષણ : 44 સેકન્ડમાં 12 રોકેટ ફાયર કરશે

ઓરિસ્સાના કિનારે ચાંદીપુરમાં ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી પરીક્ષણ કરાયું

નવી દિલ્હી : ભારતે પિનાક રોકેટ્સ, લોન્ચર્સ અને જરૂરી સાધનોના મોટા પાયે ઉત્પાદનની તૈયારી શરૂ કરી દીધી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનએ આ મામલે તમામ જાણકારી ડાયરેક્ટરેટ જનરલ ઓફ ક્વોલિટી એશ્યોરન્સ (DGQA)ને સોપી દીધી છે. દેશના તમામ ડિફેન્સ ઉપકરણોની ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ મેન્ટેઇન રહે, આ નક્કી કરવુ DGQAનું કામ છે. પિનાક એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રોકેટ સિસ્ટમ છે જેની રેન્જ 37.5 કિલોમીટર છે. પિનાક રોકેટ્સને મલ્ટી-બેરલ રોકેટ લોન્ચરથી છોડવામાં આવે છે. લોન્ચર માત્ર 44 સેન્કડમાં 12 રોકેટ્સ દાગી શકે છે.

 ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ના નામ પર ડેવલપ કરવામાં આવેલી આ મિસાઇલ સિસ્ટમને ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદો પર તૈનાત કરવાના ઇરાદે બનાવાઈ  છે

LAC પર ચીન સાથે ટકરાવ વચ્ચે ભારત સતત પોતાની મિસાઇલો અને રોકેટનું પરીક્ષણ કરી રહ્યુ છે. છેલ્લા બે મહિનાની અંદર આવા કેટલાક સફળ પરીક્ષણ કરવામાં આવી ચુક્યા છે. હવે ભારતે પિનાકા રોકેટ સિસ્ટમના સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ છે.આ સિસ્ટમને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ સ્વદેશી રીતે તૈયાર કરી છે. જેનું પરીક્ષણ ઓરિસ્સાના કિનારે ચાંદીપુરમાં ઇંટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી કરવામાં આવ્યુ હતું.

DRDOએ જણાવ્યુ કે નવા રોકેટ સિસ્ટમમાં એમકે-1ની તુલનામાં લાંબી રેન્જ છે જ્યારે આ આકારમાં પહેલાના મુકાબલે નાની છે. રોકેટ સિસ્ટમનું નવુ વર્જનની ડિઝાઇન અને તેનો વિકાસ પૂણેની ડીઆરડીઓ લેબોરેટરી, અર્માનેંટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટેબલિશમેન્ટ (એઆરડીઇ) અને હાઇ એનર્જી મટેરિયલ્સ રિસર્ચ લેબોરેટરી (HEMRL)એ કર્યુ છે.

(9:36 pm IST)