Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કમલા હેરિસ પ્રથમ અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ બની શકે

ભારતીય મહિલા ઈતિહાસ સર્જવા ભણી : અમેરિકાના અડધાથી વધુ ૫૧% મતદાતાનું માનવુ છે કે ડેમોક્રેટિકના ઉમેદવારે દેશના ઉપરાષ્ટ્રપતિ બનવું જોઈએ

વોશિંગ્ટન, તા. ૪ : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર દુનિયા આખીની નજર છે. રાષ્ટ્રપતિની સાથો સાથ ઉપરાષ્ટ્રપતિ પદની પસંદગી પણ થશે. જેમાં ભારતીય મૂળના કમલા હેરિસ મેદાનમાં છે. કમલા હેરિસને લઈ અમેરિકાના અડધાથી વધુ ૫૧% મતદાતાનું માનવુ છે કે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે દેશના ઉપરાષ્ટ્રપતિ બનવું જોઈએ.

હાથ ધરવામાં આવેલા એક એક્ઝિટ પોલમાં આ વાત સામે આવી છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે, હેરિસની ઉમેદવારીનો વિરોધ ૪૩ ટકા લોકોએ કર્યો છે. હેરિસની સામે મેદાનમાં છે રિપબ્લિકન કેન્ડિડેટ  માઇક પેન્સ. એનબીસી ન્યૂઝ શો દરમિયાન એક્ઝિટ પોલ હાથ ધર્યો હતો.

હેરિસને બે તૃતીયાંશ આફ્રિકી-અમેરિકીઓ અને લેટિન વોટરોનું સમર્થન મળ્યું છે. પરંતુ હેરિસને માત્ર અડધાથી ઓછા વાઇટ અને એશિયન વોટરોનું સમર્થન મળ્યું છે. જો હેરિસ ચૂંટાયતો તે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર બેસનારા પ્રથમ મહિલા અને અશ્વેત વ્યક્તિ હશે. ચૂંટણીના દિવસે સીનેટર હેરિસ મિશિગનના ડિટ્રોઇટમાં ગ્રેટર ગ્રેસ ટેમ્પલ પોલિંગ સ્ટેશન પર અચાનક પહોંચ્યા હતાં. આ વિસ્તાર મુખ્યત્વે અશ્વેત મતદાતાઓનો પ્રભુત્વ ધરાવતો છે. તેમણે લોકોને લાઇનમાં ઉભા રહી બેલેટથી મત આપવા માટે આભાર માન્યો હતો.

હેરિસે કહ્યું હતું કે, લોકોએ લાઇનમાં ઉભા રહીને મતદાન કરવા માટે પ્રેરિત કરો, આ વધુ હોઈ શકે પરંતુ જ્યારે આપણે આ વિશે વિચારીએ કે આપણે શું ઈચ્છીએ છીએ, આપણા બાળકો, પરિવાર, સમાજ, આગામી પેઢી માટે આગામી ચાર વર્ષમાં શું ઈચ્છીએ છીએ. જે આપણને તેના બદલામાં મળવાનું છે, તેની તુલના આ (મતદાન કરવું) ઠીક નથી.

હેરિસે કહ્યું હતું કે, મિશિગને ૨૦૧૬ની ચૂંટણીનો નિર્ણય મિશિગનની દરેક પ્રીસિક્ન્ટના એવરેજ બે મતના આધારે થયો હતો. બે મત! શું તમે વિચારી શકો કે આપણે આજે બીજા બે લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરી શકીએ તો તે નક્કી થઈ શકે છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે.

(9:18 pm IST)