Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

મદ્રાસ હાઇકોર્ટનો અભૂતપૂર્વ અને માનવતાલક્ષી ચુકાદો : જીવતો ઇલેક્ટ્રિક વાયર માથે પડવાથી મૃત્યુ પામેલા 22 વર્ષીય જુવાનજોધ યુવાનના પિતાની અરજી ધ્યાનમાં લીધી : વકીલ મારફત અરજીનો આગ્રહ રાખવાને બદલે માત્ર ઈમેલથી મળેલી અરજીના આધારે પગલાં લીધા : યુવાનના પિતાને વળતર અપાવ્યું : યુવાનના નાના ભાઈને સરકારી નોકરી અપાવી

ચેન્નાઇ : મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ એક આધેડ વયના માતાપિતાએ ઈમેલથી અરજી કરી દાદ માંગી હતી.જે મુજબ તેમનો જુવાનજોધ 22 વર્ષીય પુત્ર ઇલેક્ટ્રિક વાયર માથે પડવાથી મૃત્યુ પામ્યો હતો.જે સિવિલ પરીક્ષા પાસ કરી કલેકટર બનવા માંગતો હતો.

આ આધેડ દંપતીને વકીલ મારફત અરજી કરવાનું કહેવાને બદલે નામદાર ન્યાયધીશે માનવતાવાદી અભિગમ અપનાવ્યો હતો.જે મુજબ નામદાર જજશ્રીએ સ્ટેટ પોલીસ તથા તામિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો હતો.જેમાં જાણવા મળ્યા મુજબ રસ્તા ઉપરથી પસાર થયેલ એક બસ વાયર સાથે અથડાવાથી વાયર તૂટી ગયો હતો.જેમાં વિદ્યુત પ્રવાહ ચાલુ હતો.તે યુવાન ઉપર પડવાથી તેના પરિવારને અમે 5 લાખ રૂપિયા વળતર ચુકવ્યું છે.

નામદાર જજશ્રીએ આ વળતર ઓછું ગણાવી વધારાના રૂપિયા 8 લાખ 86 હજાર 12 સપ્તાહમાં ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો.તથા વાયર તૂટી જાય તો ઇલેક્ટ્રિક સપ્લાઈ આપોઆપ બંધ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશ આપ્યો હતો.તેમજ મૃતક યુવાનના નાના ભાઈને નોકરીમાં લઇ લેવાનો હુકમ કરતો માનવતાવાદી ચુકાદો આપ્યો હતો.

ચુકાદો આપતી વખતે નામદાર જજે જુના રાજવીને યાદ કર્યા હતા જેમના પુત્રના રથ નીચે યુવક આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. તેથી યુવકની માતાએ રાજા સમક્ષ ફરિયાદ કરતા પોતાના પુત્રને રથ નીચે કચડી નાખવાની સજા કરી હતી.તેવું બી એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:17 pm IST)